અમેરિકાઃ કોલોરાડોમાં ગ્રોસરી સ્ટોર પર ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત

બોલ્ડર, કોલોરાડોમાં ફાયરિંગ બાદ મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત કરવામાં આવ્યું છે. (AP Photo/David Zalubowski)

પોલીસ અધિકારીઓએ લોહીથી લથપથ એક શર્ટલેસ વ્યક્તિને હથકડીમાં સ્ટોરની બહાર ભાગતી વખતે પકડ્યો હતો

 • Share this:
  કોલોરાડો. અમેરિકા (America) સ્થિત કોલોરાડો (Colorado Shooting)માં ગ્રોસરી સ્ટોર પર બંદૂકધારીએ સોમવારે પોલીસ અધિકારી સહિત 10 લોકોની હત્યા કરી દીધી. આ જાણકારી સ્થાનિક પોલીસે આપી છે. રાજ્યની રાજધાની ડેનવરના ઉત્તર-પશ્ચિમમાં 50 કિલોમીટર દૂર બોલ્ડર (Boulder)માં કિંગ સોપર્સ સ્ટોર (King Soopers grocery store)માં બનેલી ઘટના બાદ પોલીસ કમાન્ડર કેરી યામાયુચીએ જણાવ્યું કે હુમલામાં પકડાયેલા એક સંદિગ્ધની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ લોહીથી લથપથ એક શર્ટલેસ વ્યક્તિને હથકડીમાં સ્ટોરની બહાર ભાગતી વખતે પકડ્યો હતો.

  યામાગુચીએ જણાવ્યું કે, પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે અને કિંગ શોપર્સ સ્ટોરમાં ફાયરિંગ કરવાનો ઉદ્દેશ્ય શું હતો. હજુ સુધી તેની જાણકારી નથી મળી શકી. બોલ્ડર કાઉન્ટીના ડિસ્ટ્રીક્ટ એટોર્ની માઇકલ ડોગર્ટીએ જણાવ્યું કે, આ એક મોટી દુર્ઘટના છે અને ખરાબ સપનું છે. અમને સ્થાનિક, રાજ્ય અને સંઘીય પ્રશાસનથી પૂરી મદદ મળી છે.

  આ પણ વાંચો, J&K: ‘બહાર આવી જાઓ, તેઓ આપને નુકસાન નહીં પહોંચાડે’, આતંકી પિતાને દીકરાની અપીલ

  FBI તપાસમાં કરી રહી છે મદદ

  ફાયરિંગની ઘટના બાદ FBIએ કહ્યું કે, તેઓ બોલ્ડર પોલીસની વિનંતી પર તપાસમાં મદદ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાઇકીએ ટ્વીટ કર્યું કે રાષ્ર્ીપ્રમુખ જો બાઇડનને ફાયરિંગની જાણકારી આપવામાં આવી છે. ઘટનાના તરત બાદ સ્વાટ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઓછામાં ઓછા ત્રણ હેલીકોપ્ટર પહોંચી ગયા. સમાચાર એજન્સી AP અનુસાર પ્રત્યક્ષદર્શી ડીન શિલરે જણાવ્યું કે, તેણે ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.

  આ પણ વાંચો, હત્યા કે દુર્ઘટના? એક દિવસ પહેલા ગુમ થયેલા બે બાળકોની લાશો ગટરમાં પડેલી મળી


  YouTube પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કિંગ સ્ટોરની અંદર અને બે વ્યક્તિ બહાર જોવા મળ્યા. વીડિયોની શરૂઆતમાં બે ગનશોટ સંભળાય છે. એક નિવેદનમાં કિંગ શોપર્સ ચેને કહ્યું કે અમને આ ઘટના પર ખૂબ જ અફસોસ છે. અમે પોલીસ તપાસ દરમિયાન પોતાનો સ્ટોર બંધ રાખીશું અને તપાસમાં સહયોગ કરીશું.
  Published by:Mrunal Bhojak
  First published: