વોશિંગ્ટન: અમેરિકામાં એક મહિલાને હત્યાના ગુનામાં સજા-એ-મોતની સજા આપવામાં આવી રહી છે. અમેરિકાના પોલીસ વિભાગે જણાવ્યું છે કે, મોતની સજા પ્રાપ્ત કરનાર મહિલાએ એક પ્રેગનન્ટ મહિલાની હત્યા કરી હતી. અપરાધી મહિલા આ ઘટનાને અંજામ આપ્યા બાદ પણ ન રોકાઈ. અને તેણે ગર્બવતી મહિલાનું પેટ કાપી તેનું બાળક કાઢી લીધુ અને ફરાર થઈ ગઈ.
મહિલા પર લાગેલો આરોપ સિદ્ધ થઈ ગયો છે, અને હવે તેને 8 ડિસેમ્બરે ઝહેરનું ઈન્જેક્શન આપી મોતની સજા આપવામાં આવશે. અમેરિકામાં કોઈ પણ મહિલાને સજા-એ-મોત 67 વર્ષ બાદ આપવામાં આવી રહી છે. અમેરિકામાં લગભગ 20 વર્ષના પ્રતિબંધ બાદ 3 મહિના પહેલા જ મોતની સજા ફરીથી ચાલુ કરવામાં આવી છે.
બાળકી હવે 16 વર્ષની થઈ ચુકી છે, બાળકી પિતાને સોંપવાનો આદેશ
માંટોગોમેરીની ઉંમર હવે 52 વર્ષ થઈ ગઈ છે, અને તેને ઈન્ડીયાના જેલમાં રાખવામાં આવી છે. અહીં જ તેને મોતની સજા આપવામાં આવશે. બાલકી હવે 16 વર્ષની થઈ ગઈ છે અને કોર્ટે તેને પિતાને સોંપવાનો આદેશ કર્યો છે.
પોલીસ દ્વારા મિસૌરીની એક કોર્ટમાં માંટોગોમૈરીને રજૂ કરવામાં આવી હતી. જ્યાં, તેણે પોતાનો અપરાધ સ્વીકાર કર્યો હતો. હત્યાના ચાર વર્ષ બાદ વર્ષ 2008માં તેને અપહરણ અને હત્યાના મામલામાં દોષી ગણાવવામાં આવી હતી. માંટોગૌમૈરીએ અનેક ફેડરલ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ દરેક જગ્યાએ તેની અરજી ફગાવી સજા બરકરાર રાખવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 1953માં છેલ્લે કોઈ મહિલાને મોતની સજા આપવામાં આવી હતી. અહીં છેલ્લા 67 વર્ષમાં કોઈ પણ મહિલાને મોતની સજા નથી આપવામાં આવી. ભારતમાં મોતની સજામાં ફાંસીનું પ્રચલન છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર