વેડિંગ ગાઉન પહેરીને કોરોનાની વેક્સીન લીધી, કોરોનાના કારણે રિસેપ્શન થયું હતું કેન્સલ

વેડિંગ ગાઉન પહેરીને કોરોનાની વેક્સીન લીધી, કોરોનાના કારણે રિસેપ્શન થયું હતું કેન્સલ

મહિલાએ ગાઉન તેના વેડિંગ રિસેપ્શન માટે ખરીદ્યું હતું

  • Share this:
તમે ક્યારેય વિચાર્યું છે કે કોવિડ-19ની વેક્સીન લેવા સમયે શું પહેરવું? તમે ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે વેક્સીન લેવા સમયે વેડિંગ ગાઉન પહેરવું જોઈએ. એક બાલ્ટીમોર મહિલાએ વેક્સીન લેવા માટે વેડિંગ ગાઉન પહેરવાનું નક્કી કર્યું હતું. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર સારા સ્ટડલીએ તે ગાઉન તેના વેડિંગ રિસેપ્શન માટે ખરીદ્યું હતું. રિસેપ્શન ગયા વર્ષે નવેમ્બરમાં થવાનું હતું, પરંતુ કોરોના મહામારીને કારણે તેને કેન્સલ કરવામાં આવ્યું હતું.

સ્ટડલી જ્યારે વેક્સીન લેવા ગઈ ત્યારે તેણે આ ક્ષણને યાદગાર બનાવવા માટે વેડિંગ ગાઉન પહેર્યું હતું. સ્ટડલી અને 39 વર્ષીય બ્રાયન હૉર્લરે નવેમ્બર 2019માં સગાઈ કરી હતી. ગયા વર્ષે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં 100 લોકો સામેલ થવાના હતા. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે તેમણે પ્લાન કેન્સલ કર્યો અને માત્ર પરિવાર અને કેટલાક મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા તથા ડિનરનું આયોજન કર્યું.

કપલ હજુ પણ જૂનમાં રિસેપ્શન રાખવાનો વિચાર કરી રહ્યું હતું, જેથી સ્ટડલી તેણે ખરીદેલ વેડિંગ ગાઉન પહેરી શકે. કોરોનાને કારણે પરિસ્થિતિમાં કોઈ સુધાર ન આવતા તેમણે આ પ્લાન પણ કેન્સલ કર્યો છે. જેના કારણે, જ્યાં સુધી કોઈ યોગ્ય પ્રસંગનું આયોજન ન થાય ત્યાં સુધી ગાઉન ન પહેરી શકી હોત.

આ પણ વાંચો - લો બોલો...કોરોના કાળમાં જિવિત થયો ડાયનાસોર, મહિલાએ Video બનાવીને આપી સાબિતી

આ ફેબ્રુઆરીમાં કોઈએ ફુલ લેન્થ સેક્વિન ગાઉન પહેરીને વેક્સીન લઈને ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટથી પ્રેરિત થઈને સ્ટડલીને વેડિંગ ગાઉન પહેરીને વેક્સીન લેવાનું એકદમ યોગ્ય લાગી રહ્યું હતું.

સ્ટડલી જણાવે છે વેક્સીન લેવી તે આ મહામારીનો અંત કે ઈલાજ નથી, પરંતુ એક ટર્નિંગ પોઈન્ટ છે. આ વેક્સીન લીધા બાદ તે તેના 81 વર્ષના પિતાને કોઈપણ ચિંતા વગર હગ કરી શકે છે. સ્ટડલીના પતિ જણાવે છે કે જ્યારે તેમની વેડિંગ ગાઉન પહેરીને આવી ત્યારે તેમને આશ્ચર્ય પણ થયું અને ખુશી પણ થઈ. સ્ટડલીના વેડિંગ ગાઉનમાં વેક્સીન લેતા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે અને લાઈક પણ મળી રહી છે.
First published: