મહિલાને 14 વર્ષના છોકરા સાથે હતો સંબંધ, ગર્ભવતી થઈ, જાણો - કેવી રીતે મામલો સામે આવ્યો?

મહિલાને 14 વર્ષના છોકરા સાથે હતો સંબંધ, ગર્ભવતી થઈ, જાણો - કેવી રીતે મામલો સામે આવ્યો?
પ્રતિકાત્મક તસવીર

પોલીસને ફરીથી હોટલાઈન દ્વારા આ માહિતી મળી હતી. પોલીસને જાણ કરનાર સાક્ષીએ બંને વચ્ચે જાતીય સંબંધો હોવાનો દાવો કર્યો

 • Share this:
  વોશિંગ્ટન : અમેરિકામાં એક 23 વર્ષીય મહિલા પર 14 વર્ષના બાળક સાથે સેક્સ માણવાનો આરોપ છે. આ ખુલાસો થયા બાદ હવે આ મહિલા પીડિત કિશોરના બાળકની માતા બનવાની છે, પોલીસે મહિલા વિરુદ્ધ જાતીય શોષણનો ગુનો નોંધ્યો છે. પોલીસે ગત 1 માર્ચે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. આ મામલો અમેરિકાના અરકંસાસ નજીક પેરાગોલ્ડનો છે.

  પ્રાપ્ત વિગત અનુસાર, KAIT એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસને 28 ફેબ્રુઆરીએ અરકંસાસ ચાઇલ્ડ એબ્યુઝ હોટલાઈન પરથી આ કેસની જાણકારી મળી. બાદમાં સામે આવ્યું કે, 23 વર્ષીય આરોપી બ્રિટ્ટેની ગ્રે 14 વર્ષના છોકરા સાથે જાતીય સંબંધોમાં સામેલ છે. ત્યારબાદ, 29 સપ્ટેમ્બરના રોજ પોલીસને ફરીથી હોટલાઈન દ્વારા આ માહિતી મળી હતી. પોલીસને જાણ કરનાર સાક્ષીએ બંને વચ્ચે જાતીય સંબંધો હોવાનો દાવો કર્યો હતો.  આ પણ વાંચોમહેસાણા કરૂણ અકસ્માત: 'સાથે મોટા થયા - સાથે ભણ્યા, નોકરીએ જતા સાથે મોત, બેસણામાં ગામ હિબકે ચઢ્યું

  આ પછી, પોલીસે આ કેસ પર કાર્યવાહી કરતાં આ વર્ષે 22 જાન્યુઆરીએ બીજા સાક્ષીની જુબાની પણ લેવામાં આવી હતી. આ સમય દરમિયાન સાક્ષીએ કહ્યું કે, પીડિત કિશોર અને ગ્રેએ લગભગ એક વર્ષથી જાતીય સંબંધ બાંધ્યા છે. ડિટેક્ટીવ રોન્ડા થોમસ વતી ફાઇલ કરેલા સોગંદનામામાં જણાવાયું છે કે, સાક્ષીના જણાવ્યા અનુસાર ગ્રે હાલમાં કિશોરના બાળકથી જ ગર્ભવતી છે.

  આ પણ વાંચો - સુરેન્દ્રનગર : સેલ્ફિ લેતા બે મિત્રો કેનાલમાં ગરકાવ, જુઓ મસ્તી સાથે મોતનો અંતિમ Video

  થોમસએ કહ્યું કે, સ્થાનિક હોસ્પિટલમાંથી પ્રાપ્ત અહેવાલો અનુસાર ગ્રે ગર્ભવતી છે. કોર્ટના દસ્તાવેજો બતાવે છે કે "મેળવેલા વિડિઓ ફૂટેજ બતાવે છે કે કથિત પીડિત અને કથિત આરોપીઓ ઇમરજન્સી રૂમમાં જતા હતા ત્યારે સાથે મળીને હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે."
  Published by:kiran mehta
  First published:March 06, 2021, 18:47 pm