મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં બુરખો પહેરેલી એક ડોક્ટર પર અમેરિકાની મહિલાએ હુમલો કરી દીધો હતો. બુરખો પહેરેલી મહિલા પર 43 વર્ષીય અમેરિકન મહિલાએ હુમલો કરી દીધો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે અમેરિકાની મહિલાએ તેણી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને મારપીટ કરી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે.
અમેરિકન મહિલાની માનસિક હાલત સારી ન હોવાનો દાવો
એક અધિકારીએ જણાવ્યુ કે અમેરિકન મહિલાની માનસિક હાલત સારી નથી અને તેની સારવાર ચાલી રહી છે. પીડિતા વ્યવસાયે ડોક્ટર છે. પીડિતાએ અમેરિકન મહિલા વિરુદ્ધ ફરિયાદ આપી છે, જે બાદમાં મહિલા સામે મામલો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ત્યારે બની હતી જ્યારે બંને મહિલાઓ પુણે કેન્ટોન્મેન્ટ ક્લોવર સેન્ટર બજારમાં ખરીદી કરી રહી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે અમેરિકન મહિલાએ બુરખો પહેરેલી 27 વર્ષની મહિલાને પૂછ્યું હતું કે શું તેણી મુસલમાન છે? છાવણી (કેન્ટોન્મેન્ટ) પોલીસ મથકના અધિકારીએ જણાવ્યું કે પીડિતાએ આનો જવાબ 'હા'માં આપ્યા બાદ અમેરિકન મહિલાએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને મારપીટ શરૂ કરી દીધી હતી. પોલીસે જણાવ્યું કે અમે આ ઘટના અંગે અમેરિકન દૂતાવાસને જાણ કરી દેવામાં આવી છે.
છાવણી (કેન્ટોન્મેન્ટ) પોલીસ સ્ટેશનના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, "અટકાયત કરતી વખતે અમેરિકન મહિલાએ પોલીસકર્મીઓ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું. અમેરિકન અધિકારીઓએ પણ જ્યારે તેની સાથે ફોન પર વાત કરી ત્યારે તેમની સાથે પણ મહિલાએ ગેરવર્તન કર્યું હતું." અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ બાદ માલુમ પડ્યું છે કે તે કોંધવા ખાતે એક મુસ્લિમ વ્યક્તિ સાથે રહે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર