વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે જો ત્રણ નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેનની જીત થશે તો અમેરિકા દેવાળીયું થઈ જશે અને આખી દુનિયામાં હસીનું પાત્ર બની શકે છે. ટ્રમ્પે કહ્યું કે બાઇડેને જે નીતિયો પ્રસ્તાવિત કરી છે, તે દેશ માટે ઠીક નથી.
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે આજે આપણે જોયું કે જો બાઇડેને મહામારીનું રાજનીતિકરણ કરવાનું યથાવત્ રાખ્યું છે અને દેખાડી રહ્યા છે કે અમેરિકનો પ્રત્યે તેમનામાં સન્માન નથી. દરેક ચરણમાં વાયરસ વિશે બાઇડેન ખોટા છે. તે વાયરસને લઈને ખોટા છે તેમણે વૈજ્ઞાનિક સાબિતીને નજરઅંદાજ કરી અને તથ્યો-સાબિતીથી ઉપર વામ ઝુકાવવાળી રાજનીતિને રાખી છે.
ટ્રમ્પે ટ્વિટ કર્યું કે જો બાઇડેન ક્યારેય રાષ્ટ્રપતિ બનશે તો આખી દુનિયા હસશે અમે અમેરિકાનો પૂરો ફાયદો ઉઠાવશે. આપણો દેશ દેવાળીયો થઈ શકે છે. ટ્રમ્પે ટ્વિટની સાથે ફોક્સ ન્યૂઝનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં ન્યૂઝ એન્કર બાઇડેનની પ્રશંસા કરવા પર ભારતીય અમેરિકી કોંગ્રેસ સદસ્ય પ્રમિલા જયપાલની નિંદા કરી રહી છે. એન્કરે જયપાલને સમાજવાદી અનવે કટ્ટર ગણાવી હતી.
રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો છે કે સ્લીપી જેણે ચીન અને યૂરોપ યાત્રા પર પ્રતિબંધ લગાવવાનો વિરોધ કર્યો હતો. તમે તે જાણો છો. તેણે ચીન પર યાત્રા પ્રતિબંધનો વિરોધ કર્યો હતો જે મેં ઘણા પહેલા જ લગાવી દીધો હતો. યૂરોપ યાત્રા પ્રતિબંધનો પણ વિરોધ કર્યો હતો જેના પર મેં ઘણા પહેલા પ્રતિબંધ લગાવી દીધો હતો. જો મેં તેમની સલાહ માની હોત તો બીજા લાખો લોકોના મોત થઈ શકતા હતા. આ હું ઘણા લોકોના હવાલાથી કહી રહ્યો છું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર