નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી (US President Election 2020)ના પરિણામોને લઈને છેલ્લા થોડાક મહિનાથી ચાલી રહેલા ખેંચતાણની વચ્ચે ટ્રમ્પ (Donald Trump)ના સમર્થકોની ભીડે યૂએસ કેપિટલ હિલ બિલ્ડિંગ (US Capitol Hill Building)ની બહાર જોરદાર હોબાળો કર્યો. અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાઇડન (Joe Biden)એ યૂએસ કેપિટલ હિલમાં ટ્રમ્પના સમર્થકોના હોબાળાને રાજદ્રોહ કરાર કર્યો છે. વોશિંગટન ડીસીમાં ભડકેલી હિંસા પર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ પણ ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકામાં ચાલી રહેલા હોબાળાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, વોશિંગટન ડીસીમાં તોફાનો અને હિંસા વિશે જાણકારી મળ્યા બાદથી હું ઘણો ચિંતિત છું. સત્તાનું શાંતિપૂર્ણ રીતે હસ્તાંતરણ થવું જોઈએ. ગેરકાયદેસર રીતે વિરોધ પ્રદર્શન લોકતાંત્રિક પ્રક્રિયાને પ્રભાવિત નહીં કરી શકે.
Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
આ દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિની અપીલ કરી છે. બીજી તરફ હોબાળાને જોતાં નેશનલ ગાર્ડને રવાના કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ ટ્વીટ કરીને કહ્યું કે ટ્રમ્પના નિર્દેશ પર નેશનલ ગાર્ડ અને બીજા કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને રવાના કરી દેવામાં આવ્યા છે. અમે હિંસાની વિરુદ્ધ અને શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપ્રમુખની અપીલનું પુનરાવર્તન કરીએ છીએ.
રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાયેલા જો બાઇડને પણ આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી છે. બાઇડને ટ્વીટ કર્યું કે, હું રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આહવાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરવાની માંગ કરે. વધુ એક ટ્વીટમાં બાઇડને કહ્યું કે, હું સ્પષ્ટ કરું છું કે કેપિટલ બિલ્ડિંગ પર જે હોબાળો આપણે જોયો, પણ અમે એવા નથી. આ કાયદો ન માનનારા અતિવાદીઓની નાની સંખ્યા છે. આ રાજદ્રોહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર