અમેરિકાના નોર્થ કેરોલાઇના યુનિવર્સિટીના શાર્લે કેમ્પસમાં મંગળવારે થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે જ્યારે ચાર અન્ય ઘાયલ થયા છે. ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર છે. હાલ એ વાતના મજબૂત પુરાવા નથી મળ્યા કે તમામ પીડિત, સ્ટુડન્ટ હતા કે નહીં. ઘટનાના કારણે સમગ્ર કેમ્પસમાં દોડાદોડી થઈ ગઈ.
ઘટનાના તરત બાદ સમગ્ર કેમ્પસમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું. બાદમાં પોલીસે આ મામલામાં એક સંદિગ્ધને પકડી લીધો. સ્થાનિક મીડિયા અનુસાર પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે સંદિગ્ધ એક સ્કૂલનો સ્ટુડન્ટ છે. આગામી સપ્તાહે અહીં પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. પોલીસનું કહેવું છે કે જે સંદિગ્ધને પકડવામાં આવ્યો છે તેણે આ ઘટનાને એકલા હાથે અંજામ આપ્યો છે.
ભારતીય સમય અનુસાર ફાયરિંગ મંગળવાર સાંજે 5.45 વાગ્યે યુનિવર્સિટીના કેનેડી હોલની પાસે થયો, ત્યારબાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
BREAKING: Shots reported at University of North Carolina's Charlotte campus. School on lockdown. https://t.co/AH5GHYswZz
નોર્થ કરોલાઇના યુનિવર્સિટીમાં 26,500થી વધુ સ્ટડન્ટ અભ્યાસ કરે છે અને અહીં 3,000 પ્રોફેસર તથા સ્ટાફના સભ્યો છે.
અમેરિકામાં સ્કૂલ-કોલેજોમાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય છે. અનેકવાર આ પ્રકારની ફાયરિંગની ઘટનાઓ સામે આવે છે. એવામાં હથિયાર કાયદાને લઈ અમેરિકામાં પણ લાંબી ચર્ચા ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર