Home /News /national-international /Good News: અમેરિકાએ આપી મોટી રાહત, H-1B અને અન્ય વર્ક વિઝા અરજદારોને ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ

Good News: અમેરિકાએ આપી મોટી રાહત, H-1B અને અન્ય વર્ક વિઝા અરજદારોને ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ

અમેરિકી સરકારના આ પગલાથી દુનિયાભરમાંથી અરજી કરનારા લોકોને રાહત મળશે.

US H-1B Visa Interview: H-1B વિઝાને (H-1B Visa) લઈને ઇન્ટરવ્યુમાંથી રાહત આપવામાં આવી છે. તે નોન-ઇમિગ્રેશન વિઝા છે, જે યુએસ કંપનીઓને વિદેશી કર્મચારીઓને રોજગાર આપવાની મંજૂરી આપે છે.

વોશિંગ્ટન. અમેરિકાએ વર્ષ 2022 માટે ઘણા વિઝા અરજદારો માટે પર્સનલ ઇન્ટરવ્યુની પ્રોસેસને સમાપ્ત કરવાનો (US to waive in-person interviews for H-1B) નિર્ણય લીધો છે. તેમાં H-1B વિઝા સાથે આવનારા કર્મચારી અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ જાણકારી વિદેશ વિભાગે આપી છે. ફોરેન ડિપાર્ટમેન્ટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે તેમણે તે જ પ્રદેશના વિઝા ધારકોને પોતાના વિઝા રિન્યુ (Visa Renewal) કરાવવા મામલે પણ ઇન્ટરવ્યુમાં છૂટ આપી છે. અમેરિકી સરકારના આ પગલાથી દુનિયાભરમાંથી અરજી કરનારા લોકોને રાહત મળશે. જેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય અને ચીની નાગરિકો હોય છે.

પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, ‘અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે કોન્સ્યુલર અધિકારીઓને અસ્થાયી રૂપે મંજૂરી આપવામાં આવી છે કે 31 ડિસેમ્બર, 2022 સુધી નિમ્નલિખિત શ્રેણીઓમાં અમુક વ્યક્તિગત પિટિશન-આધારિત નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા માટે પર્સનલ ઇન્ટરવ્યુમાંથી રાહત આપવામાં આવશે. તેમાં H-1B વિઝા, H-3 વિઝા, L વિઝા, O વિઝા (US Visa News Update)નો સમાવેશ થાય છે.’

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'વિભાગની વિઝા પ્રોસેસિંગ ક્ષમતામાં કોવિડ-19 મહામારીને કારણે ઘટાડો જોવા મળ્યો છે. જેમકે, વૈશ્વિક યાત્રા ફરી શરૂ થઈ રહી છે, તો એવામાં અમે આ કામચલાઉ પગલાં લઈ રહ્યા છીએ. જેથી વિઝા માટે રાહ જોવાનો સમય સુરક્ષિત અને અસરકારક રીતે ઘટાડી શકાય. આ દરમિયાન અમે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપશું.’

આમાં પણ છૂટ આપવામાં આવી

કોન્સ્યુલર અધિકારીઓને હવે લગભગ એક ડઝન વિઝા શ્રેણીઓ માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુમાંથી અસ્થાયી રૂપે રાહત આપવામાં આવી છે. જેમાં નોન-ઇમિગ્રેશન વિઝા (H-1B વિઝા), વિદ્યાર્થીઓ માટેના વિઝા, અસ્થાયી કૃષિ અને બિન-ખેતી કર્મચારી, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, એથલીટ, કલાકારો અને મનોરંજન કરનારાઓ જેવી શ્રેણીઓથી સંબંધિત વિઝાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Ghana Parliament Viral Video: ઘાનાની સંસદમાં ઈ-પેમેન્ટ ટેક્સ મુદ્દે થયો હંગામો, એકબીજાને લાત અને મુક્કા મારતા જોવા મળ્યા સાંસદો!

માર્ચ 2020માં અમેરિકન વિદેશ વિભાગે કોરોના વાયરસના (Coronavirus Pandemic) પ્રકોપના કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં બધી નિયમિત વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. જોકે, સેવાઓને મર્યાદિત ક્ષમતા અને પ્રાથમિકતાના ધોરણે ફરી શરુ કરવામાં આવી હોવા છતાં અમુક વિઝા એપોઇન્ટમેન્ટ માટે લોકોને મહિનાઓ સુધી રાહ જોવી પડી હતી.

આ પણ વાંચો: WHOની બૂસ્ટર ડોઝ અંગે ચેતવણી- તેનાથી રસીની અછત સર્જાશે, મહામારી ઘટવાને બદલે વધશે

કયો વિઝા સૌથી વધુ ચર્ચામાં છે?

આ દરમિયાન સૌથી વધુ ચર્ચિત H-1B વિઝા (What is H-B Visa)ને લઈને ઇન્ટરવ્યુમાંથી રાહત આપવામાં આવી છે. તે નોન-ઇમિગ્રેશન વિઝા છે, જે યુએસ કંપનીઓને વિદેશી કર્મચારીઓને રોજગાર આપવાની મંજૂરી આપે છે. આ ટેક્નોલોજીને કારણે કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો લોકોને નોકરી પર રાખે છે. H-1B વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માંગ છે. આ માટે સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય છે.
First published:

Tags: H1b visa, Interview, USA, World News in gujarati, ભારત