Home /News /national-international /India - Russia Relation પર અમેરિકાની ધમકી અને પછી સ્પષ્ટતા, શું છે રાષ્ટ્રપતિ બિડેનની મજબૂરી?
India - Russia Relation પર અમેરિકાની ધમકી અને પછી સ્પષ્ટતા, શું છે રાષ્ટ્રપતિ બિડેનની મજબૂરી?
ભારત રશિયા સબંધ પર અમેરિકાની ધમકી અને પછી સ્પષ્ટતા, શું છે રાષ્ટ્રપતિ બિડેનની મજબૂરી?
India - Russia Relation: ભારત વારંવાર આગ્રહ કરી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ વાતચીત દ્વારા સમાપ્ત થવો જોઈએ. પરંતુ અમેરિકા (America) ઈચ્છતું હતું કે ભારત તેની વાત સાંભળે. અમેરિકાએ ઘણી વખત ભારતને ચેતવણી આપી છે અને કહ્યું છે કે રશિયા પર ભારતના વલણના લાંબા ગાળાના પરિણામો આવશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) દ્વારા યુક્રેન પર હુમલો (Russia-Ukraine War) બાદ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લાદ્યા અને વિશ્વના તમામ દેશો પર દબાણ બનાવ્યું અને કહ્યું કે તેઓએ પણ રશિયાનો બહિષ્કાર કરવો જોઈએ. આ મુશ્કેલ સમયમાં ચીન (china) અને પાકિસ્તાન (Pakistan) રશિયાની સાથે ઉભા જોવા મળ્યા હતા, પરંતુ ભારત સીધું જ આ છાવણીથી દૂર રહ્યું હતું. જો કે, ભારત વારંવાર આગ્રહ કરી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ વાતચીત દ્વારા સમાપ્ત થવો જોઈએ. પરંતુ અમેરિકા (America) ઈચ્છતું હતું કે ભારત તેની વાત સાંભળે. અમેરિકાએ ઘણી વખત ભારતને ચેતવણી આપી છે અને કહ્યું છે કે રશિયા પર ભારતના વલણના લાંબા ગાળાના પરિણામો આવશે.
જો કે એક તરફ અમેરિકાએ કડક વલણ અપનાવ્યું તો બીજી તરફ તે ડેમેજ કંટ્રોલ પણ કરતું રહ્યું. બિડેન (Jo Biden) વહીવટીતંત્રે પણ સ્પષ્ટતા કરવાનું ચાલુ રાખ્યું કે, આ કોઈ ચેતવણી નથી. આખરે શું કારણ છે કે અમેરિકા ભારત અને રશિયાના સંબંધોમાં સીધો હસ્તક્ષેપ કરવા માંગતું નથી. જોકે, અમેરિકા ગુસ્સે છે કે ભારત રશિયા પાસેથી સતત તેલ ખરીદી રહ્યું છે. આ માટે વોશિંગ્ટને વારંવાર નવી દિલ્હી પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
વ્હાઇટ હાઉસ (White House) ના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવું કે નહીં તે દરેક દેશનો પોતાનો નિર્ણય છે. ભારત તેની કુલ ઊર્જાની આયાતમાંથી માત્ર 1-2 ટકા જ રશિયા પાસેથી ખરીદે છે.
જ્યારે 10 ટકા આયાત અમેરિકાથી ખરીદે છે. આ દરમિયાન અમેરિકાનો પ્રયાસ હતો કે ભારત રશિયા સાથે પોતાના સંબંધો મજબૂત ન કરે અને માત્ર તેલ માટે જ નહીં પરંતુ શસ્ત્રો માટે પણ રશિયા પર નિર્ભરતા ખતમ કરે.
રશિયાને લઈને ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી નારાજગી વચ્ચે જ્યારે અમેરિકી અધિકારી દલીપ સિંહ ભારત આવ્યા, ત્યારે બિડેન વહીવટીતંત્રનું વલણ ઢીલું પડી ગયું. દલીપ સિંહની મુલાકાત બાદ અમેરિકાના નિવેદનો પરથી જોવા મળતું હતું કે અમેરિકા ભારત અને રશિયાના સંબંધોમાં આવવા માંગતું નથી.
અગાઉ અમેરિકા ઈચ્છતું હતું કે ભારત રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ન ખરીદે નહીં તો કટસા હેઠળ ભારત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પરંતુ નવી દિલ્હી અમેરિકા સામે ઝૂક્યું ન હતું અને ત્યારપછી અમેરિકાએ પણ ભારત પર કોઈપણ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા ન હતા.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર