Home /News /national-international /US Snow Storm:અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી, અનેક રાજ્યોમાં ઈમરજન્સી, 7 કરોડ લોકો પ્રભાવિત

US Snow Storm:અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી, અનેક રાજ્યોમાં ઈમરજન્સી, 7 કરોડ લોકો પ્રભાવિત

અમેરિકાના અનેક રાજ્યોમાં બરફનો કોફાન આવ્યો હતો. તસવીર-AP

United States Snow Storm: ન્યૂયોર્કના, બોસ્ટન અને ન્યૂ જર્સીમાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. બરફના તોફાનને કારણે શનિવારે અમેરિકામાં 3500 કરતા પણ વધુ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી હતી. તળેટીય વિસ્તારોમાં દિવસના અંત સુધીમાં એક ફૂટ કરતા પણ વધુ બરફ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
વોશિંગટન: અમેરિકાના (United States) પૂર્વના વિસ્તારોમાં શનિવારે બરફનું તોફાને (Snow Storm) કહેર વર્તાવ્યો હતો. શનિવારે આવેલો આ તોફાન ગત કેટલાક વર્ષોમાં આવેલા બરફના તોફાનોમાંથી સૌથી મોટો તોફાન હતો. જેના કારણે યુએસ હવામાન વિભાગ (US Weather) દ્વારા અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બરફના તોફાનની સીધી અસર સામાન્યા લોકો પર થઈ છે જેની સીધી અસર 7 કરોડ લોકો પર થઈ છે. આ બરફના તોફાના કારણે પરિવહનની સેવાઓ ઠપ કરી દેવામાં આવી છે. સાથે જ વિજળી કટનો પણ લોકોએ સામનો કરવો પડ્યો હતો.

મીડિયા રીપોર્ટ અનુસાર, અમેરિકામાં આ બરફના તોફાનને કારણે સૌથી વધારે અસર ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા પૂર્વીય શહેરો પર થઈ છે. આ તોફાનનો કહેર એટલો બધો જોરદાર હતો કે, નેશન વેધર સર્વિસે તેને બોમ્બ સાઈક્લોનનું નામ આપ્યું હતું, આ બરફના તોફાનને કારણ વાયું મંડળ પર પણ અસર જોવા મળી હતી, જ્યારે મૈસાચુસેટ્સના અમુક વિસ્તારોમાં 3 ફૂટ સુધી બરફ જોવા મળ્યો હતો. જ્યાં લગભગ 1.17 લાખ લોકોના ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી, અને તેની સાથે જ ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને બોસ્ટનમાં સરકાર દ્વારા ઈમરજન્સી દાખલ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:દલિત યુવકનું અપહરણ કરી બાંધીને લાકડી વડે માર માર્યો, દારૂ બાદ પીવડાવ્યો પેશાબ

ન્યૂયોર્ક, બોસ્ટન અને ન્યૂજર્સીમાં લોકોને ઘરમાંજ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. બરફના તોફાનને કારણે અમેરિકાની 3500 કરતા પણ વઘુ ફ્લાઈટોને રદ્દ કરવી પડી હતી. તળેટીય વિસ્તારોમાં દિવસના અંત સુધીમાં એક ફૂટ (30 સેન્ટીમીટર) કરતા પણ વધું બરફ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
" isDesktop="true" id="1174482" >

આ પણ વાંચો: હરિયાણામાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ, આરોપી પીડિતા પાસે રાખડી બંધાવતો હતો

જ્યારે નેશનલ વેધર સર્વિસે ફ્લોરિડામાં પણ લોકોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા હતા. જ્યારે એક મહિલા બરફના તોફાનની વચ્ચે મૃત હાલતમાં મળી આવી હતી. જાણકારી અનુસાર મૈનહટ્ટનના ઉત્તરી વિસ્તારોમાં લગભગ 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રેલ સેવાને પણ બંધ કરવાની ફરજ પડી હતી. આ સાથે જ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં નેશનલ વેધર સર્વિસના લોકોએ કામ વિના ઘરની બહાર ન નિકળવા માટેની સલાહ પણ આપી હતી.
First published:

Tags: Snowfall, United states