અમેરિકાએ ઋણ ઉતાર્યું, મેડિકલ સામાન સાથેનું પ્રથમ વિમાન ભારત પહોંચ્યું

અમેરિકાએ ઋણ ઉતાર્યું, મેડિકલ સામાન સાથેનું પ્રથમ વિમાન ભારત પહોંચ્યું
મેડિકલ સામાન સાથેનું વિમાન ભારત પહોંચ્યું.

400થી વધારે ઑક્સિજન સિલિન્ડર સાથે લગભગ એક મિલિયન રેપિડ કોરોના વાયરસ ટેસ્ટ કિટ અને અન્ય હૉસ્પિટલ ઉપકરણ લઈને અમેરિકાનું આ સૈન્ય વિમાન આજે સવારે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ આવી પહોંચ્યું હતું.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) હાલ બેકાબૂ બની ગયો છે. ભારત (India)માં દરરોજ ત્રણ લાખથી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હૉસ્પિટલોમાં બેડ (Beds) ઉપલબ્ધ નથી. કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave)માં જીવ બચાવવા માટે દર્દીઓને ઑક્સિજન (Oxygen) પણ નથી મળી રહ્યો. ભારતમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જોઈને વિદેશમાંથી સહાયનો ધોધ વહ્યો છે. આ જ કડીમાં અમેરિકા (United states)થી મેડિકલ સામાન સાથેની પ્રથમ ખેપ ભારત આવી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના શરૂઆતના તબક્કામાં ભારતને અમેરિકાને દવા સહિતની મદદ કરી હતી. હવે જ્યારે દેશમાં હાલત બગડી છે ત્યારે અમેરિકાએ ભારતનું ઋણ ઉતાર્યું છે.

  આ કડીમાં આજે અમેરિકાથી 280 ઑક્સિજન કન્સન્ટ્રેટર સાથે મેડિકલ સામાનની પ્રથમ ખેપ ભારત પહોંચી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ અમેરિકાનો આભાર માનતા કહ્યુ કે, આ મહામારી દરમિયાન લડાઈમાં આપણી પરસ્પરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.  આ પણ વાંચો: આસામ: ભૂકંપ વચ્ચે એક મહિલાએ ખાનગી હૉસ્પિટલમાં ચાર બાળકને જન્મ આપ્યો!

  સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું કે, 400થી વધારે ઑક્સિજન સિલિન્ડર સાથે લગભગ એક મિલિયન રેપિડ કોરોના વાયરસ ટેસ્ટ કિટ અને અન્ય હૉસ્પિટલ ઉપકરણ લઈને અમેરિકાનું આ સૈન્ય વિમાન આજે સવારે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ આવી પહોંચ્યું હતું.

  એક ટ્વીટમાં અમેરિકાન દૂતાવાસે મેડિકલ સાધનોની તસવીર શેર કરી છે અને કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકાથી અનેક ઇમરજન્સી કોવિડ-19 રાહત સાથે પ્રથમ ખેપ ભારત પહોંચી છે. 70 વર્ષથી વધારે સમય સુધી બંને દેશ વચ્ચે સંયુક્ત રાજ્ય અમેરિકા આજે ભારતની પડખે ઊભું છે. અમે કોરોના મહામારી સામે એક સાથે લડી રહ્યા છીએ.

  દેશમાં 24 કલાકમાં નોંધાયા 3.86 લાખ કેસ

  કોરોના (Covid-19)ના વધતા કેસોની વચ્ચે કોવિડ-19થી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત થયા છે. તબીબી સેવાઓ પર ઊભા થયેલા ભારણની વચ્ચે કોરોના દર્દીઓની (Covid Patients) વધતી સંખ્યા મુશ્કેલીનું કારણ બની ગયું છે. દેશમાં એક્ટિવ કેસો (Corona Active Cases) પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોનાના વધતા મામલાઓના કારણે ભારત દુનિયામાં બીજા નંબર પર પહોંચી ગયું છે.

  આ પણ વાંચો: રાજકોટ: સિવિલમાં દાખલ વૃદ્ધા સાથે દુષ્કર્મ, પરિવારને ઝડપથી આવવાનું કહેતા હોય એવો ઓડિયો વાયરલ

  શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,86,452 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3498 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,87,62,976 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,22,45,179 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 30, 2021, 13:31 pm

  ટૉપ ન્યૂઝ