ડેટા લીક કેસમાં ફસાયેલા માર્ક ઝકરબર્ગે અમેરિકન સેનેટર્સ સામે રજૂ થયા હતા. જ્યાં તેમને 44 સેનેટર્સે ફેસબુકના કાર્ય કરવાની પદ્ધતિને લઈને આકરા સવાલો પૂછ્યા હતા. એમાં જ એક સવાલ હતો કે શું ફેસબુક લોગઆઉટ થયા બાદ પણ યુઝર્સનો ડેટા ભેગો કરે છે? આ સવાલને સાંભળીને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ થોડીવાર અવાક રહી ગયા હતા.
અમેરિકન સેનેટર વિકરે ઝકરબર્ગને સવાલ પૂછ્યો હતો કે શું લોગઆઉટ થયા બાદ પણ ફેસબુક યુઝર્સની બ્રાઉઝિંગ એક્ટિવિટિને ટ્રેક કરે છે? શું તમે કહી શકો છો કે આ યોગ્ય છે કે નહીં?
ઝકરબર્ગ આ સવાલ સાંભળીને અવાક રહી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, 'હું ઇચ્છું છું કે મારી ટીમ તમારી સાથે આ સવાલનો જવાબ શોધે.' ઝકરબર્ગનો આવો જવાબ સાંભળીને વિકરને ઝાટકો લાગ્યો હતો. તેમણે તુંરત જ બીજો સવાલ કર્યો હતો કે શું ખરેખર તમને આ સવાલનો જવાબ નથી ખબર? " isDesktop="true" id="754100" >
બાદમાં ઝકરબર્ગે કહ્યું હતું કે, 'હું જાણું છું કે ઇન્ટરનેટ પર લોકો કુકીઝનો ઉપયોગ કરે છે, તમે તેને અલગ અલગ સેશન્સ સાથે જોડી શકો છે. અમે અનેક કારણથી આવું કરીએ છીએ, જેમાં યુઝર્સની સુરક્ષા અને જાહેરાત મુખ્ય છે. આવું કરવાથી જાહેરાત પર કેટલા ક્લિક્સ મળી રહ્યા છે તેની જાણકારી મળે છે. પરંતુ યુઝર્સ ઇચ્છે તો તેને ગમે ત્યારે બંધ કરી શકે છે. હું તમને જણાવી દઉ કે હું મારા પહેલા જવાબ પર કાયમ છું, મને આ અંગે તપાસ કરવા દો. તપાસ બાદ જ કંઈક કહી શકીશ. તપાસ પછી જ જાણકારી મળી શકશે.'