મહિલાઓને ‘સેક્સ સ્લેવ’ બનાવનાર કથિત ‘સેલ્ફ હેલ્પ’ ગુરુ કીથ રેનિયરને 120 વર્ષની સજા

અનેક મહિલાઓએ કીથ પર સેક્સ સાધના દરમિયાન તસવીરો અને વીડિયો બનાવી દેવા અને બાદમાં તેના માધ્યમથી બ્લેકમેલિંગનો પણ આરોપ લગાવ્યો હતો

અનેક મહિલાઓએ કીથ પર સેક્સ સાધના દરમિયાન તસવીરો અને વીડિયો બનાવી દેવા અને બાદમાં તેના માધ્યમથી બ્લેકમેલિંગનો પણ આરોપ લગાવ્યો હતો

 • Share this:
  ન્યૂયોર્કઃ પોતાને ‘સેલ્ફ હેલ્પ’ ગુરૂ (US Self-Styled Guru) ગણાવતો અને મહિલાઓને ‘સેક્સ સ્લેવ’ બનાવનારા શખ્સ કીથ રેનિયર (Keith Raniere)ને અમેરિકાની એક કોર્ટે 120 વર્ષની સજા ફટકારી છે. કીથ પર અનેક મહિલાઓએ ફોસલાવીને ‘સેક્સ સ્લેવ’ બનાવવા અને બાદમાં તેમનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. નોંધનીય છે કે કીથના ફોલોઅર્સમાં અનેક પ્રચલિત અને વધુ અમીર હસ્તીઓ હતી, કીથે આ કલ્ટને Nxivmનું નામ આપ્યું હતું.

  મંગળવારે ન્યૂયોર્કની એક કોર્ટે કીથને આ તમામ આરોપોમાં દોષી કરાર કરતાં આજીવન કેદની સજા ફટકારી. 60 વર્ષીય કીથને 120 વર્ષની સજા થઈ છે જેનો અર્થ એ છે કે તે હવે જેલની બહાર નહીં આવી શકે. મળતી જાણકારી મુજબ, કીથ પોતાના ફોલોઅર્સ પાસેથી પાંચ દિવસીય સેશનના 5000 ડૉલર લેતો હતો. અનેક મહિલાઓએ આરોપ લગાવ્યો કે કીથે તેમની સાથે પૈસાની ઠગી કરી ઉપરાંત તેમનું યૌન શોષણ પણ કર્યું. તેનું સંગઠન એક પિરામિડ સ્ટ્રક્ચર હેઠળ કામ કરતું હતું જેમાં મહિલાઓને ‘સેક્સ સ્લેવ’ અને તે પોતાને ‘ગ્રાન્ડ માસ્ટર’નો દરજ્જો આપતો હતો. આ મહિલાઓ માટે કીથની સાથે શારિરીક સંબંધ બાંધવો અનિવાર્ય રહેતો હતો.

  આ પણ વાંચો, 15 ટુકડામાં મળી મહિલાની માથું કપાયેલી લાશ, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

  શું હતો આરોપ?

  અનેક મહિલાઓએ કીથ પર સેક્સ સાધના દરમિયાન તસવીરો અને વીડિયો બનાવી દેવા અને બાદમાં તેના માધ્યમથી બ્લેકમેલિંગનો પણ આરોપ લગાવ્યો હતો. અનેક મહિલાઓની સાથે કીથે આશ્રમમાં જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કર્યો હતો અને તેમને દરેક સાથે શારિરીક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવતા હતા. કીથની વિરુદ્ધ ઠગી, સેક્સ ટ્રાફિકિંગ, એક્સટોર્શન, ક્રિમિનલ કોન્સિપરસી અને એક 15 વર્ષીય સગીરના યૌન શોષણનો આરોપ સાબિત થયો છે. સગીરાએ કોર્ટને જણાવ્યું કે કીથે તેને ફોસલાવીને ‘સેક્સ સ્લેવ’ બનવા માટે મજબૂર કરી હતી.

  આ પણ વાંચો, શિકારનો પીછો કરી રહેલા દીપડાએ મારી જોરદાર છલાંગ, VIDEO જોઈ લોકો હેરાન

  કીથની વિરુદ્ધ કુલ 15 લોકોએ સાક્ષી આપી જેમાં 13 મહિલાઓ છે. કીથના આ નેક્સિયમ કલ્ટ પર HBOએ થોડા દિવસો પહેલા એક સીરિઝ પણ રીલિઝ કરી છે જેમાં એ લોકોએ પોતાની કહાણી વ્યક્ત કરી છે જેઓ તેમાં ફસાઈ ગયા હતા. કીથે મંગળવારે ચુકાદો સંભળાવતા પહેલા તમામ પીડિતોની માફી માંગી અને કહ્યું કે તે તેમનું દર્દ અને ગુસ્સો સમજી શકે છે. તેણે પોતાનો અપરાધ કબૂલ્યો ઉપરાંત પોતાને સજા આપવા માટે જજને પ્રાર્થના પણ કરી. કીથની સાથે તેના 5 અન્ય સહયોગીઓને પણ સજા ફટકારવામાં આવી છે.
  Published by:Mrunal Bhojak
  First published: