અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો, કહ્યું- પાક.ના તમામ F-16 ફાઇટર જેટ સલામત

News18 Gujarati
Updated: April 5, 2019, 12:23 PM IST
અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો, કહ્યું- પાક.ના તમામ F-16 ફાઇટર જેટ સલામત
પ્રતિકાત્મક તસવીર

ગુરુવારે મેગેઝિમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, "અમેરિકાની ગણતરીમાં પાકિસ્તાનને આપવામાં આવેલા તમામ એફ-16 વિમાન હયાત હોવાનું સામે આવ્યું છે."

  • Share this:
ન્યૂયોર્ક :  અમેરિકાએ ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન એફ-16 વાપરવાના મામલે પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી છે. અમેરિકાના એક અગ્રણી મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકાએ પાકિસ્તાનને જે એફ-16 વિમાનો આપ્યા છે તેની સંખ્યા પૂરી છે. અમેરિકન મેગેઝિનના દાવા બાદ ભારતે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન પર લગાવેલા આરોપો ઉપર પણ સવાલ ઉઠ્યા છે.

ભારતે 26મી ફેબ્રુઆરીના રોજ અડધી રાત્રે પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાંના આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. બીજા દિવસે પાકિસ્તાનના લડાકૂ વિમાનો ભારતીય હવાઇ સરહદમાં ઘૂસી આવ્યા હતા. પાકિસ્તાન એરફોર્સે લડાકૂ વિમાન એફ-16થી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડ્યું હતું.

ભારતીય વાયુસેનાએ 28મી ફેબ્રુઆરીના રોજ તોડી પાડવામાં આવેલા એફ-16 લડાકૂ વિમાનના અવશેષો પણ બતાવ્યા હતા. આવું કરવા પાછળનો ઉદેશ્ય એવું સાબિત કરવાનો હતો કે અમેરિકામાં બનેલા લડાકૂ વિમાનનો પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઉપયોગ કર્યો છે. અમેરિકાએ આતંકવાદ સામે ઉપયોગ કરવાની શરતે આ વિમાન લડાકૂ વિમાનો પાકિસ્તાનને આપ્યા હતા. જોકે, પાકિસ્તાને તેનું કોઈ જ લડાકૂ વિમાન તૂટ્યાનો ઇન્કાર કર્યો હતો. સાથે જ દાવો કર્યો હતો કે ભારત વિરુદ્ધ એફ-16 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : હજુ સુધી આતંકવાદીઓની લાશો ગણી રહ્યું છે પાકિસ્તાન : ઓડિશામાં પીએમ મોદી

ફોરેન પોલીસી મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને અમેરિકાને પોતાની ધરતી પર આવીને એફ-16ની ગણતરી કરવાનો નિમંત્રણ આપ્યું હતું. ગુરુવારે મેગેઝિમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, "અમેરિકાની ગણતરીમાં પાકિસ્તાનને આપવામાં આવેલા તમામ એફ-16 વિમાન હયાત હોવાનું સામે આવ્યું છે." આ વાત બાદ ભારતે પાકિસ્તાનનું એક લડાકૂ વિમાન તોડી પાડ્યું હોવાના દાવા પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

રિપોર્ટમાં એક રક્ષા મંત્રીએ નિવેદન આપતા કહ્યું કે, "પાકિસ્તાનને આપવામાં આવેલા લડાકૂ વિમાનની ગણતરી પૂરી કરી દેવામાં આવી છે. તમામ લડાકૂ વિમાન હયાત હોવાનું સામે આવ્યું છે."નોંધનીય છે કે 14મી ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક સ્થાનિક આતંકીએ પુલવામા હાઇવે પરથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલામાં વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જે બાદમાં ભારતે 26મી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી સંગઠનના ઠેકાણાઓને બોમ્બ ફેંકીને ઉડાવી દીધા હતા.
First published: April 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading