Home /News /national-international /

USમાં પણ પહોંચ્યો ઓમિક્રોન, રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિ સંક્રમિત

USમાં પણ પહોંચ્યો ઓમિક્રોન, રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિ સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર

USમાં વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિએ કોવિડ રસીના બંને ડોઝ લીધા છે.

    યુનાઇટેડ સ્ટેટ્સે પુષ્ટિ કરી છે કે, દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં પહેલો કેસ જોવા મળ્યો છે. ચિંતાની વાત એ છે કે, દક્ષિણ આફ્રિકાના એક યાત્રીમાં કોરોનાના નવા પ્રકારની પુષ્ટિ થઈ છે. આ વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા હતા. જોકે, આ વ્યક્તિમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા છે.

    આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે

    સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સંક્રમિત વ્યક્તિ 22 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો અને અત્યાર સુધી તેની સાથે નજીકના સંપર્કમાં આવેલા લોકો તપાસમાં નેગેટિવ મળ્યા છે.

    વ્યક્તિમાં હળવા લક્ષણો દેખાય છે

    મીડિયા સાથેની વાતચીત દરમિયાન અમેરિકાના ઉચ્ચ આરોગ્ય અધિકારી એન્થોની ફૌસીએ કહ્યું કે, 29 નવેમ્બરે આ દર્દી કોવિડ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું, 'અમને સારું લાગે છે કે, દર્દીમાં માત્ર હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે. આ સાથે જે લક્ષણો દેખાઈ રહ્યા હતા તેમાં પણ સુધારો થઈ રહ્યો છે.' જોકે, તેમણે નવા વેરિઅન્ટ વિશે ચેતવણી પણ આપી અને કહ્યું કે, જ્યાં સુધી વધુ વિગતો જાણીતી નથી ત્યાં સુધી કંઈપણ કહેવું મુશ્કેલ છે.

    નવા વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિએ કોવિડ રસીના બંને ડોઝ લીધા છે. આવી સ્થિતિમાં ફૌચીએ બૂસ્ટર ડોઝને વધુ સારો વિકલ્પ ગણાવ્યો. તેમણે કહ્યું કે, આનાથી રસી લેનારના શરીરમાં એન્ટિબોડીઝ વધશે અને કેટલાક અંશે કોરોનાના નવા વેરિઅન્ટ સામે લડવામાં સફળ પણ થઈ શકે છે.

    WHOએ આપી છે એલર્ટ

    વિશ્વના વિવિધ દેશોમાં નવા વેરિયન્ટના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને દેશો પોતાના દ્વાર બંધ કરી રહ્યા છે. જાપાન અને ઇઝરાયેલે વિદેશી મુસાફરો માટે તેના દ્વાર બંધ કરી દીધા છે. મોરોક્કોએ તમામ ઇનકમિંગ ફ્લાઇટ પર પ્રતિબંધ મક્યો છે. અમેરિકા અને યુરોપના દેશોએ પણ આફ્રિકા પર ટ્રાવેલ નિયંત્રણો મૂક્યા છે.

    આ પણ વાંચો - કોરોના મહામારી દરમિયાન વિશ્વમાં શ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત, રેન્કિંગમાં સુધારોઃ બ્લૂમબર્ગ રિપોર્ટ

    WHOએ સાવધાન કરતા જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટ અંગે ઊંચી અનિશ્ચિતતા છે, પરંતુ પ્રાથમિક પુરાવામાં એવી શક્યતા જણાય છે કે, આ વેરિયન્ટના ઘણા સ્વરૂપ છે, તેથી રોગપ્રતિકારક સિસ્ટમમાંથી છટકી શકે છે તથા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાવાની તેની ક્ષમતામાં વધારો થાય છે. આ લાક્ષણિકતાને આધારે કોરોનામાં ભાવિ ઉછાળો આવી શકે છે. તેનાથી ગંભીર પરિણામો આવી શકે છે. એકંદરે વૈશ્વિક જોખમને ખૂબ ઊંચુ ગણવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો આ વેરિયન્ટને સમજવા માટે પુરાવા શોધી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરતાં હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે, વિશ્વના દેશોએ વેક્સિનેશનની પ્રક્રિયાને શક્ય હોય તેટલી ઝડપી બનાવવી જોઇએ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, Omicron variant, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन