F-16ની ગણતરીના દાવા અંગે અમેરિકાએ કહ્યું,આવી કોઈ ગણતરી કરાઈ નથી

News18 Gujarati
Updated: April 7, 2019, 9:26 AM IST
F-16ની ગણતરીના દાવા અંગે અમેરિકાએ કહ્યું,આવી કોઈ ગણતરી કરાઈ નથી
F-16ની ફાઇલ તસવીર

ફૉરેન પૉલિસી મેગેઝિને દાવો કર્યો હતો કે અમેરિકાની ગણતરીમાં તમામ પ્લેન યથાવત મળી આવ્યા છે,જેના જવાબમાં પેન્ટાગોન કહ્યું કે અમે વિમાનોની ગણતરી કરી નથી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમેરિકાના એક મેગેઝિને દાવો કર્યો હતો કે ભારત તરફથી પાકિસ્તાનના F-16ને તોડી પાડવામાં આવ્યાનો દાવો ખોટો છે, કારણ કે અમેરિકાની ગણતરીમાં તમામ વિમાન યથાવત મળી આવ્યા છે. મેગેઝિનનો દાવો હતો કે બે અમેરિકન અધિકારીએ પાકિસ્તાન જઈને વિમાનની ગણતરી કરી હતી. જોકે, આ મામલે નવો વળાંક આવ્યો છે. અમેરિકાના સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે અમેરિકાએ આવી કોઈ ગણતરી કરી છે.

અમેરિકન સંરક્ષણ મુખ્યાલયના એક એહવાલને ટાંકીને હિન્દુસ્તાન ટાઇમ્સે લખ્યું છે કે પાકિસ્તાનમાં આ પ્રકારની કોઈ તપાસ થઈ નથી. પેન્ટાગોને બીજી સ્પષ્ટતા એ પણ કરી છે કે વિમાન તૂટ્યું છે કે નહીં તેના અંગે અમેરિકા કોઈ ટિપ્પણી કરી શકે નહીં. આ વિદેશ નીતિનો મામલો હોવાથી અમેરિકા તેની પુષ્ટી નથી કરતું.

આ પણ વાંચો: IAFએ નકાર્યો અમેરિકન મીડિયોનો દાવો કહ્યું, અભિનંદને તોડ્યું હતું F-16 

અમેરિકાએ જણાવ્યું કે નીતિગત વિષયો પર રાષ્ટ્ર તરફથી કોઈ ટીપ્પણી કરવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે અમે જાન્યુઆરી 2018થી પાકિસ્તાનને મળી રહેલી આર્થિક સંરક્ષણ સહાય બંધ કરી દીધી છે.

ફૉરેન પૉલિસી મેગેઝિનના દાવા બાદ દેશમાં રાજકારણ ગરમાયું હતું. વિપક્ષે સરકાર પર હુમલો કર્યો હતો અને વિશ્વસનીયતા પર સવાલો સર્જ્યા હતા જ્યારે ઇન્ડિયન એરફોર્સે એફ-16માંથી છોડવામાં આવેલી મિસાઇલના અવશેષ દર્શાવી અને કહ્યું હતું કે ભારતે એફ-16 તોડી પાડ્યું છે. દેશના જબાઝ પાયલટ વિંગ કમાન્ડર અભિનંદને જ તેના મિગ 21- બાઇસનમાંથી આ વિમાન તોડી પાડ્યું હતું.

આ પણ વાંચો: અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો, કહ્યું- પાક.ના તમામ F-16 ફાઇટર જેટ સલામતભારતે 26મી ફેબ્રુઆરીએ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી જેના જવાબમાં 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં ઘૂષણખોરી કરી હતી. પાકિસ્તાનની ઘૂષણખોરીને ખદેડવા ભારત તરફથી સુખોઈ એમ કે 30, મિગ બાઇસન 21 અને મિરાજ-2000ની ટુકડીએ પાકિસ્તાની વિમાનોનો પીછો કરી તેમને પરત ધકેલવા માટે મજબૂર કર્યા હતા.

 
First published: April 7, 2019, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading