US Election 2020: પ્રી-પોલ સર્વેથી ખુશ થયેલા બાઇડને કહ્યું- ટ્રમ્પના બોરિયા-બિસ્તરા બાંધવાનો સમય આવી ગયો

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે

 • Share this:
  વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી (US President Election 2020) માટે 3 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન (Joe Biden)ના ગૃહનગર પહોંચ્યા જ્યાં તેઓએ એ દાવાઓને ફગાવી દીધા જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણી હારી જશે. ટ્રમ્પે કહ્યું કે, હું આ નકલી લોકોને જોઈ રહ્યો છું. અમે કોઈ પણ સ્થિતિમાં ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ.

  બીજી તરફ, ઓહાયોમાં એક રેલી દરમિયાન 77 વર્ષીય બાઇડને કહ્યું કે, હવે ટ્રમ્પને બોરીયા-બિસ્તરા બાંધીને ઘરે જવાનો સમય આવી ગયો છે. તેઓએ કહ્યું કે ઘોંઘાટથી હવે અમે કંટાળી ગયા છીએ. ગુસ્સો, ઘૃણા, ટ્વીટ, નિષ્ફળતાઓ અને બિનજવાબદાર વલણથી આપણે હવે ત્રાસી ગયા છીએ.

  આ પણ વાંચો, US Election 2020: રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી માટે કેટલા વાગ્યે શરૂ થશે વોટિંગ અને ક્યારે જાહેર થશે રિઝલ્ટ

  નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયા પહોંચ્યા હતા. આ રાજ્ય માં બાઇડનનું ગૃહનથર સ્ક્રેંટન સ્થિત છે. વર્ષ 2016ની ચૂંટણીમાં પેન્સિલવેનિયામાં ટ્રમ્પે મોટી જીત નોંધાવી હતી. જોકે આ વખતે બાઇડન તેમનાથી થોડા આગળ છે. ટ્રમ્પે 4 વર્ષ પહેલાવાળી જીતનું પુનરાવર્તન કરવા માટે એક રેલીમાં કહ્યું કે, તમે એક બહારના વ્યક્તિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટ્યા હતા, જે અંતે અમેરિકા ફર્સ્ટની રણનીતિને આગળ વધારી રહ્યો છે.

  અગત્યની બાબત એ છે કે, સ્વિંગ સ્ટેટ્સમાં ટ્રમ્પને ઓપિનિયન પોલ્સે થોડી રાહત આપી છે. આ રાજ્યોમાં ટ્રમ્પ અને બાઇડનની વચ્ચે જોરદાર ટક્કર માનવામાં આવી રહી છે. જોકે જોર્જિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં રિપબ્લિકનને થોડુંક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, ઘરે લઈ આવો 1,555 રૂપિયામાં સૌથી વધુ માઇલેજ આપતી બાઇક, મળી રહી છે 3 ઓફર્સ

  આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એ અહેવાલોને ફગાદી દીધા હતા કે તેઓ મંગળવારે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી સંપન્ન થતાં પહેલા જ જીતની ઘોષણા કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓએ સંકેત આપ્યા કે તેઓ મતદાન સંબંધી સુપ્રીમ કોર્ટના એ ચુકાદાના સંબંધમાં ચૂંટણી થતાં જ કાયદાકિય લડાઈની તૈયારી કરી રહ્યા છે.એવા પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા હતા કે ટ્રમ્પ ચૂંટણીના સમય પહેલા ચૂંટણીમાં વિજયની જાહેરાત કરી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: