ન્યૂઝ18 ગુજરાતી : જાપાન ખાતે જી-20 શિખર સંમેલન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થશે. મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ બેઠક હશે. બંને નેતાઓની બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની વસ્તુઓ પર ભારત તરફથી નાખવામાં આવેલા ભારે ટેક્સને લઈને એક ટ્વિટ કર્યું છે.
ટ્રમ્પે આ અંગે ટ્વિટ કરતા લખ્યું છે કે, "ભારતે વર્ષોથી અમેરિકાની વસ્તુઓ પર ભારે ટેક્સ લાદી રાખ્યો છે. એટલું જ નહીં તાજેતરમાં પણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. હું આ અંગે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કરવાની ઈચ્છુક છું. આ અસ્વીકાર્ય છે. અમેરિકાની વસ્તુઓ પરનો ટેક્સ વધારો પાછો ખેંચવો જ જોઈએ."
I look forward to speaking with Prime Minister Modi about the fact that India, for years having put very high Tariffs against the United States, just recently increased the Tariffs even further. This is unacceptable and the Tariffs must be withdrawn!
જાપાનમાં શુક્રવારે મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત યોજાશે. આ મુલાકાત દરમિયાન અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો બે દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે ત્યારે મોદી અને ટ્રમ્પ જાપાનમાં મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન સાથે પણ મુલાકાત કરશે.
ભારતે 50 ટકા ટેક્સ લગાવ્યો
ભારતે અમેરિકાની મોટરસાઇકલ હાર્લિ ડેવિડસનના વેચાણ પર 50 ટકા ટેક્સ લગાવ્યો છે. આને લઈને ટ્રમ્પ પોતાની નારાજગી પ્રગટ કરી ચુક્યા છે. ટ્રમ્પે આ પહેલા કહ્યુ હતુ કે 'ભારતે પહેલા હાર્લી ડેવિડસન પર 100 ટકા ટેક્સ લગાવ્યો હતો. મારા વિરોધ બાદ ટેક્સ ઘટાડીને 50 ટકા કરવામાં આવ્યો છે. પરંતુ હજી પણ આ વધારે છે, અમને આ મંજૂર નથી. આ અંગે વાત કરવી જરૂરી છે.'
વેપારી સંબંધો તોડી નાખવાની ધમકી
ટ્રમ્પ હાર્લિ ડેવિડસન બાઇક પર ભારત તરફથી લગાવવામાં આવેલી ભારે ઇમ્પોર્ટ ડ્યૂટી (આયાત કર)નો મુદ્દો અવાર નવાર ઉઠાવતા રહ્યા છે. આની સામે તેઓ ભારતની બાઇકો પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની ધમકી આપી ચુક્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે દુનિયા ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ. જે દેશ કર ઓછો નહીં કરે તેની સાથે અમે વેપારી સંબંધી તોડી નાખીશું. આવું કરીને અમેરિકાને ફાયદો થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર