ટ્રમ્પે ફરીથી કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની રજૂઆત કરી, કહ્યુ- સ્થિતિ 'વિસ્ફોટક'

News18 Gujarati
Updated: August 21, 2019, 9:29 AM IST
ટ્રમ્પે ફરીથી કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની રજૂઆત કરી, કહ્યુ- સ્થિતિ 'વિસ્ફોટક'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે જે પણ યોગ્ય થઈ શકશે, હું એ કરીશ

  • Share this:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીરને લઈ મધ્યસ્થતાની રજૂઆત કરી છે. ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને વિસ્ફોટક ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમક્ષ તેઓ સપ્તાહના અંતમાં આ મુદ્દાને ઉઠાવશે. અમેરિકાએ પીએમ મોદી સાથે કાશ્મીરમાં તણાવ ઓછો કરવા માટે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું કે, કાશ્મીર ખૂબ જ જટિલ વિસ્તાર છે. ત્યાં હિન્દુ છે અને મુસલમાન પણ છે અને હું નહીં કહું કે તેમની વચ્ચે ઘણો સુમેળ છે. તેઓએ કહ્યું કે, મધ્યસ્થતા માટે જે પણ યોગ્ય થઈ શકે છે, હું તે કરીશ.

પાકિસ્તાની વડાપ્રધાન સાથે ફોન પર કરી હતી વાતઆ પહેલા મંગળવારે ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન ઈમરાનને કાશ્મીર પર ભારતની વિરુદ્ધ નિવેદનોને લઈને તકેદારી રાખવા કહ્યું હતું. ટ્રમ્પે હાલની સ્થિતિને મુશ્કેલ ગણાછી અને બંને પક્ષોને સંયમ રાખવા કહ્યું હતું.

આ પણ વાંચો, અભિનંદનની ધરપકડ કરનાર પાકિસ્તાનના કમાન્ડોને ભારતીય સેનાએ ઠાર કર્યો

ઈમરાન ખાનને ટ્રમ્પની સલાહ

અમેરિકાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર લગભગ 30 મિનિટ વાત કર્યા બાદ તેઓએ ઈમરાન ખાન સાથે વાત કરી. મોદીએ વાતચીત દરમિયાન પાકિસ્તાની નેતાઓ દ્વારા ભારત વિરોધી હિંસા માટે ઉગ્ર નિવેદનો અને ઉશ્કેરણીનો મુદ્દો ઉઠાવ્યો. વ્હાઈટ હાઉસ અનુસાર, ટ્રમ્પે ખાનથી જમ્મુ-કાશ્મીર મામલે ભારતની વિરુદ્ધ નિવેદનોમાં સંયમ રાખવા અને તણાવ ઓછો કરવાને લઈ ચર્ચા કરી.

વ્હાઈટ હાઉસે કહ્યું કે, ખાનની સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે બંને પક્ષોને તણાવ વધારવાથી બચવા અને સંયમ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, બંને નેતાઓએ અમેરિકા-પાકિસ્તાન આર્થિક અને વેપાર સહયોગ વધારવાની દિશામાં કામ કરવા ઉપર પણ સહમતિ વ્યક્ત કરી.

આ પણ વાંચો, ઇમરાન ખાનની પૂર્વ પત્નીનો દાવો- 'કાશ્મીર અંગે મોદી સરકારની ડીલ આગળ ઝૂકી ગયા પાક. PM'
First published: August 21, 2019, 7:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading