ન્યૂઝ18 ગુજરાતી: અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરી માટે ભારત દ્વારા થનારું ફંડિંગને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી. તેઓએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરી માટે પૈસા આપવા કોઈ કામના નથી. ટ્રમ્પે આ વાતનો ઉલ્લેખ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી. આવું કહીને તે પોતાની એ વાતને પુરવાર કરવા માગતા હતા કે અમેરિકા દ્વારા બીજા દેશોમાં રોકાણ કરવું યોગ્ય છે.
ટ્રમ્પે કહ્યું જ્યારે હું મોદીની સાથે હતો તો તેઓ સતત કહેતા રહ્યા કે તેઓએ અફઘાનિસ્તાનમાં એક લાઇબ્રેરી બનાવી. આપણી પાસેથી આશા રાખવામાં આવે છે કે આપણે કહીએ કે ઓહ લાઇબ્રેરી માટે ધન્યવાદ. પરંતુ તેનો ત્યાં ઉપયોગ કોણ કરશે?
ઉલ્લેખનીય છે કે, 2001થી જ્યારથી એમેરિકન સેનાએ તાલિબાનને ખતમ કરવા માટે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી છે ત્યારથી ભારતે 3 બિલિયન ડોલર સહાયતાનો વાયદો કર્યો છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ કાબુલમાં એક હાઈસ્કૂલનું નિર્માણ કરાવવામાં આવશે અને દરેક વર્ષે એક હજાર અફઘાનિ બાળકોને ભારતમાં સ્કોલરશીપ આપવામાં આવશે.
2015માં અફઘાનિસ્તાની સંસદનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમ મોદીએ ત્યાંના યુવાઓને આધુનિક શિક્ષા આપવા અને પ્રોફેશનલ સ્કિલ્સને પ્રોત્સાહન આપવાનો વાયદો કર્યો હતો.
ભારતે અફઘાનિસ્તાનમાં એમરિકન કાર્યવાહીને લઈને હંમેશા ઉત્સાહ દર્શાવ્યો છે કારણ કે તાલિબાન શાસન દરમિયાન ભારત વિરોધી આતંકવાદ ઘણો વધી રહ્યો હતો. જોકે, એક્સપર્ટ્સનું કહેવું છે કે આ મામલામાં ભારતની વધતી ભૂમિકાએ પાકિસ્તાનને સતર્ક કરી દીધું છે કારણ કે પાકિસ્તાનની આઈએસઆઈ તાલિબાનના સંપર્કમાં હતી.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ગત મહિને અમેરિકાના પોતાના તમામ બે હજાર સેનાના જવાનોની સીરિયાથી બહાર કરી દીધા હતા અને અફઘાનિસ્તાનમાં તહેનાત 14 હજાર સૈનિકોની સંખ્યા પણ અડધી કરી દીધી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર