Home /News /national-international /

USમાં ખતમ થશે સૌથી લાંબું શટડાઉન, ટ્રમ્પે કરી સમજૂતીની જાહેરાત

USમાં ખતમ થશે સૌથી લાંબું શટડાઉન, ટ્રમ્પે કરી સમજૂતીની જાહેરાત

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

યૂએસ-મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાની યોજના માટે ફંડિંગને લઈને ચાલી રહેલા વિવાદના કારણે છેલ્લા પાંચ સપ્તાહથી ફેડરલ સરકારનું કામકાજ બંધ છે

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આંશિકા કાબંધી ખતમ કરવા અને ફેડરલ સરકારના કામકાજને અસ્થાઈ રીતે ફરીથી શરૂ રવા માટે વિપક્ષી ડેમોક્રેટ્સની સાથે એક સમજૂતીની જાહેરાતણ કરી. તેઓએ કહ્યું કે સંઘીય સરકારના કામકાજે ફેબ્રુઆરી સુધી ફરી શરૂ કરવા માટે આ સમજૂતી કરવા તૈયાર છે.

    મૂળે, યૂએસ-મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાની યોજના માટે ફંડિંગને લઈને ચાલી રહેલા વિવાદના કારણે છેલ્લા પાંચ સપ્તાહથી ફેડરલ સરકારનું કામકાજ બંધ છે

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે બંધને ખતમ કરવા અને ફેડરલ સરકારના કામકાજને ફરી શરૂ કરવા માટે સમજૂતી પર પહોંચી ગયા છીએ. હું ટૂંક સમયમાં જ ત્રણ સપ્તાહ માટે એટલે કે 15 ફેબ્રુઆરી સુધી સરકારી કામકાજને ફરી શરૂ કરવા માટે એક બિલ પર સહી કરશી. જોકે, તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસની યોગ્ય શરતો પર સમજૂતચી નહીં હોવાની સ્થિતિમાં કામકાજ ફરીથી બંધ થઈ શકે છે કે પછી તે કાયદો અને અમેરિકાના બંધારણ હેઠળ આ ઇમરજન્સીની સ્થિતિને ઉકેલવા માટે રાષ્ટ્રપતિને મળેલી શક્તિઓનો ઉપયોગ કરી શકે છે.

    ટ્રમ્પે કહ્યું કે, 36 દિવસો સુધી ચાલેલી ચર્ચા અને સંવાદ બાદ, મેં જોયું છે અને ડેમોક્રેટ્સ તથા રિપબ્લિકનને સાંભળ્યા છે કે પરસ્પર મતભેદોને એક તરફ મૂકી તેઓએ અમેરિકન લોકોની સુરક્ષાને સૌથી ઉપર રાખી છે.

    ટ્રમ્પે પોતાના સંબોધનમાં પોતાની અમેરિકા-મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાની યોજનાનો બચાવ કરતાં કહ્યું કે આ તમામ પાર્ટીઓ માટે દેશના હિત માટે મળીને કામ કરવાની એક તક છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Donald trump, Shutdown, US, અમેરિકા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन