Home /News /national-international /Russia Ukraine War: યુદ્ધ રોકવા અમેરિકાનું રશિયા પર સતત દબાણ, હવે પુતિનને ગણાવ્યા ઠગ
Russia Ukraine War: યુદ્ધ રોકવા અમેરિકાનું રશિયા પર સતત દબાણ, હવે પુતિનને ગણાવ્યા ઠગ
જો બાયડેને પુતિનને ગણાવ્યા ઠગ
Russia Ukraine War: યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને કહ્યું, 'અમે રશિયા પર દબાણ વધારતા રહીશું જ્યાં સુધી તે આ યુદ્ધનો અંત ન લાવે. અમે યુક્રેનિયન લોકોને જીવન રક્ષક સહાય આપવાનું ચાલુ રાખીશું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે યુક્રેનિયન શહેર પર રશિયન હુમલામાં માર્યા ગયેલા લોકોમાં અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે.
રશિયા યુક્રેન પર સતત હવાઈ હુમલા (Russia-Ukraine Crisis) કરી રહ્યું છે. રશિયન દળો યુક્રેનના ઘણા શહેરોમાં પ્રવેશી ચૂક્યા છે. શુક્રવાર એ યુદ્ધનો 23મો દિવસ છે. ઘણા દેશો રશિયા પર યુદ્ધ ખતમ કરવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ રશિયા પીછેહઠ કરવા તૈયાર નથી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિશાન સાધ્યું છે. તેણે પુતિનને ખૂની સરમુખત્યાર અને ઠગ કહ્યા છે. આ જાણકારી યુક્રેનના મીડિયા કિવ ઈન્ડિપેન્ડન્ટે આપી છે. અગાઉ બાયડેન પુતિનને યુદ્ધ અપરાધી ગણાવી ચૂક્યા છે.
2 અમેરિકન નાગરિકોના મોત
યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને કહ્યું, 'અમે રશિયા પર દબાણ વધારતા રહીશું જ્યાં સુધી તે આ યુદ્ધનો અંત ન લાવે. અમે યુક્રેનિયન લોકોને જીવન રક્ષક સહાય આપવાનું ચાલુ રાખીશું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે યુક્રેનિયન શહેર પર રશિયન હુમલામાં માર્યા ગયેલા લોકોમાં અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. જો કે, મંત્રાલયે માર્યા ગયેલા અમેરિકનની ઓળખ જાહેર કરી ન હતી. યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા આ બીજા અમેરિકન નાગરિક છે. પત્રકાર અને ફિલ્મ નિર્માતા બ્રેન્ટ રેનોડનું પણ ગયા અઠવાડિયે અહીં અવસાન થયું હતું.
ચેર્નિહિવ પોલીસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે શહેર ભારે આર્ટિલરી ફાયર હેઠળ હતું અને નાગરિક જાનહાનિમાં અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. સ્થાનિક ગવર્નર વ્યાચેસ્લાવ ચૌસે ગુરુવારે યુક્રેનિયન ટીવીને જણાવ્યું હતું કે ચેર્નિહિવ રાજધાની કિવની ઉત્તરે આવેલું છે અને છેલ્લા 24 કલાકમાં 53 મૃતદેહોને શબઘરમાં ખસેડવામાં આવ્યા છે, તેઓ તમામ રશિયન હવાઈ હુમલા અને જમીની કાર્યવાહીમાં માર્યા ગયા છે.
વિશ્વની ટોચની સાત અર્થવ્યવસ્થાઓના જૂથ G-7 ના વિદેશ પ્રધાનોએ રશિયાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના આદેશનું પાલન કરવા માટે આહ્વાન કર્યું છે, જેમાં રશિયાને યુક્રેન પરના હુમલાઓને રોકવા માટે કહેવામાં આવ્યું છે અને સેના પાછી ખેંચી લેવા કહેવાયું છે. G-7 જૂથના ટોચના રાજદ્વારીઓએ એક સંયુક્ત નિવેદનમાં માર્યુપોલ સહિતના શહેરોના રશિયન ઘેરાબંધીની નિંદા કરી અને હુમલાઓને નાગરિકો પર અંધાધૂંધ હુમલો ગણાવ્યો.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર