વોશિંગટનઃ દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકા (America)ના 46મા રાષ્ટ્રપ્રમુખના શપથ ગ્રહણ કર્યાના 12 કલાકથી પણ ઓછા સમયમાં જો બાઇડન (Joe Biden)એ અભૂતપૂર્વ નિર્ણયો લઈને એક હકારાત્મક સંદેશો આપ્યો છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણયોને પલટીને બાઈડને તાત્કાલિક નિર્ણય લેવાની પોતાની ક્ષમતાનો પરિચય આપી દીધો છે.
જો બાઇડને ટ્રમ્પના લીધેલા 8 નિર્ણયોને પલટી અમેરિકામાં કોરોના વાયરસ લડવા માટેની તૈયારીથી લઈને દેશમાં યુવાઓને આર્થિક મદદ પૂરી પાડવાના નિર્ણયો સામેલ છે. જળવાયુ પરિવર્તનના સંકટનો સામનો કરવાની પ્રતિબદ્ધતા બાઇડન પ્રશાસને દર્શાવી છે. આ ઉપરાંત પડોશી દેશ મેક્સિકો સાથેના સંબંધો સુમેળભર્યા કરવા માટેની પણ તેમણે પહેલ કરી છે. બાઇડન ભલે અમેરિકાના સૌથી ઉંમરલાયક રાષ્ર્ પ્રમુખ બનવાનો રેકોર્ડ ધરાવે છે પરંતુ પોતાની નિર્ણય શક્તિથી તેમનો કાર્યકાળ કેવો રહેશે તેની ઝાંખી દર્શાવી દીધી છે.
બાઇડને બદલી દીધા ડોનાલ્ડ ટ્રમ્પના આ 8 નિર્ણય
1. કોરોના મહામારીને કન્ટ્રોલ કરવા માટેનો નિર્ણય 2. સામાન્ય લોકોને મોટા સ્તર પર આર્થિક મદદ આપવાનું એલાન 3. પેરિસ ક્લાઇમેટ ચેન્જના મામલે અમેરિકાની વાપસી 4. જાતિવાદને ખતમ કરવા માટે ઉઠાવ્યા પગલા 5. મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાના નિર્ણયને રોક્યો, ફંડિંગ પણ રોકી દીધું 6. વિશ્વ સ્વાસ્ય્ક સંગઠનથી હટવાના નિર્ણય પર રોક 7. ટ્રમ્પ પ્રશાસન દ્વારા જે મુસ્લિમ દેશો પર પ્રતિબંધ લગાવી દીધો હતો, તેને પરત લેવામાં આવ્યો 8. સ્ટુડન્ટ લોનનો હપ્તા ભરવાની અવધિને લંબાવીને સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું કે આજનો દિવસ લોકતંત્રનો દિવસ છે. આ મહાન રાષ્ટ્ર છે અને આપણે મહાન લોકો છીએ. શાંતિ અને યુદ્ધની સાથે આપણે ઘણા આગળ આવ્યા છીએ. એક વાયરસે અમેરિકાના એટલા લોકોનો જીવ લીધા છે જેટલા જીવ વિશ્વયુદ્ધમાં પણ ગયા ન હતા. કોરોના વાયરસના કારણે અમેરિકામાં ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. હજુ ઘણા ઘાવ ભરવાના છે.
બાઇડને કહ્યું કે હું બધા અમેરિકનોને આહ્વાન કરું છું કે તે અમેરિકાને એક કરવાનું કામ કરે. આપણો ઇતિહાસ સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. દરેક સંઘર્ષમાં આપણે એકસાથે બહાર આવ્યા છીએ તે ગ્રેટ ડિપ્રેશન હોય કે 9/11. દેશને એકતાની સૌથી વધારે જરૂર છે. એકતા વગર શાંતિ હોઈ શકે નહીં. મારો વિશ્વાસ છે કે અમેરિકા આજના અમેરિકાથી ઘણું શાનદાર બની શકે છે.
જોસેફ આર બાઇડન જૂનિયર એટલે કે જો બાઇડન બુધવારે અમેરિકાના ઈતિહાસના સૌથી ઉંમરલાયક રાષ્ટ્રપ્રમુખ બની ગયા. તેઓ 78 વર્ષના છે. કેપિટલ હિલ એટલે કે અમેરિકાના સંસદ પરિસરમાં યોજાયેલી ઇનોગરલ સેરેમનીમાં બાઇડને નિયત સમયથી 11 મિનિટ પહેલા શપથ લીધા. તેઓએ 128 વર્ષ જૂની બાઇબલ પર હાથ રાખીને શપથ લીધા અને અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ બની ગયા. તેઓએ 22 મિનિટમાં 2381 શબ્દોનું ભાષણ આપ્યું. 12 વખત ડેમોક્રેસી, 9 વખત યુનિટી, 5 વખત અસહમિત અને 3 વખત ડરનો ઉપયોગ કર્યો. બીજી તરફ, કમલા હેરિસે પણ ઉપરાષ્ર્ પ્રમુખના શપથ લીધા. 56 વર્ષીય કમલા હેરિસ પહેલી મહિલા, અશ્વેત અને ભારતવંશી ઉપરાષ્ટ્રપ્રમુખ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર