liveLIVE NOW

US Election LIVE: બાઇડન રાષ્ટ્રપતિ બનવાની નજીક, પૈનસિલ્વેનિયામાં જીત મેળવી

જો બાઇડને પોતાના સમર્થકોને કહ્યું- આપણી પાસેથી કોઈ લોકતંત્ર છીનવી નહીં શકે

  • News18 Gujarati
  • | November 06, 2020, 22:23 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO
    16:46 (IST)
    ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેન માટે જ્યોર્જિયાથી રાહત ભર્યા સમાચાર આવ્યા છે. 16 ઇલેક્ટરોલ વોટ વાળા જ્યોર્જિયામાં બાઇડેને ઐતિહાસિક લીડ લઇ લીધી છે. જો પોતાની લીડ યથાવત રાખશે તો તે ચૂંટણી જીતી જશે

    13:29 (IST)

    પેન્સિલ્વેનિયાઃ ટ્રમ્પ અહીં ગુરુવારે 1 લાખ 60 હજારથી આગળ હતા, જે હવે 37 હજાર રહી ગયા છે.

    13:28 (IST)

    નેવાડાઃ અહીં પણ બાઇડનને 11 હજાર જ્યારે ટ્રમ્પને 8 હજાર વોટ મળ્યા છે.

    13:24 (IST)

    જ્યોર્જિયાઃ અહીં ગુરુવારે ટ્રમ્પ 18 હજાર વોટથી આગળ હતા. અહીં લીડ માત્ર 2 હજાર બચી છે. 

    13:24 (IST)

    એરિઝોનાઃ અહીં મેરીકોપા અને પાઇમામાં કાઉન્ટિંગ ચાલુ છે. અહીં બાઇડેનને અત્યાર સુધી 69 હજાર અને ટ્રમ્પને 46 હજાર વોટ મળ્યા છે. 

    13:22 (IST)

    ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, આજે એરઝોના, જ્યોર્જિયા, નેવાડા અનજે પેન્સિલ્વેનિયામાં કાઉન્ટિંગ ચાલી રહ્યું છે.

    13:15 (IST)
    13:12 (IST)
    ચૂંટણી પરિણામોમાં થઈ રહેલા વિલંબ પર ટ્રમ્પે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, ચૂંટણી પરિણામ મારી વિરુદ્ધ ચાલી રહેલા કાવતરાનું પરિણામ છે. ગેરકાયદેસર વોટિંગ થયું હવે સીક્રેટ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. ડેમોક્રેટિક મને બીજા કાર્યકાળથી રોકવા માંગે છે. તેઓ ચૂંટણી પર તરાપ મારવા માંગે છે. જો કાયદેસર રીતે એટલે કે લીગલ વોટોને જ ગણવામાં આવતા તો હું સરળતાથી જીતી જતો.

    11:43 (IST)
    બાઇડને કહ્યું છે કે, કોઈ પણ આપણા લોકતંત્રને આપણાથી દૂર ન લઈ જઈ શકે. અત્યારે નહીં અને ક્યારેય નહીં. અમેરિકા ખૂબ જ દૂર આવી ગયું છે. અનેક લડાઈઓ લડી છે અને આવું થવા દેવા માટે અમેરિકાએ ઘણો બધો સંઘર્ષ કર્યો છે.

    US election 2020 result update: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીની જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનની જીત નજીક દેખાઈ રહી છે અને તેઓ ઇલેક્ટોરલ વોટના બહુમતથી માત્ર 6 વોટ દૂર છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ કેટલાક રાજ્યોમાં આગળ ચાલી રહ્યા છે. તો એવામાં અંતમાં જઈને એવી સ્થિતિ પણ બની શકે છે જેમાં ટ્રમ્પ બહુમતના આંકડાને પાર કરી શકે છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन