અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા બાદ જો બાઇડને કહ્યું- હું તોડનારો નહીં, જોડનારો પ્રેસિડન્ટ બનીશ

અમેરિકા, હું ગૌરવ અનુભવું છું કે આપે મને આ મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો- જો બાઇડન

અમેરિકા, હું ગૌરવ અનુભવું છું કે આપે મને આ મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો- જો બાઇડન

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ર્uપ્રમુખ ચૂંટણી (US presidential elections 2020)માં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઇડન (Joe Biden)એ શનિવારે રિપબ્લિકન પાર્ટીના પોતાના પ્રતિદ્વંદી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સામે જોરદાર જીત મેળવી છે. તેઓએ રાષ્ટ્રપ્રમુખ પદ માટેની જોરદાર ટક્કરમાં ટ્રમ્પને હરાવી દીધા છે. રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં આ જીત બાદ દેશવાસીઓને સંબોધિત કરતાં જો બાઇડને કહ્યું કે, હું વાયદો કરું છું કે હું તોડનારો નહીં પરંતુ જોડનારો રાષ્ટ્રપ્રમુખ બનીશ.

  અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું કે, આ દેશની જનતાએ અમને સ્પષ્ટ જીત આપી છે. અમે અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ મતોથી જીત્યા છીએ. જો બાઇડને ચૂંટણીમાં ડેમોક્રેટ અને રિપબ્લિકનના લાલ-વાદળી રંગમાં અમેરિકાના નક્શા ઉપર પણ પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે, હું એવો રાષ્ટ્રપ્રમુખ બનીશ જે લાલ અને વાદળી રંગમાં અમેરિકાના પ્રાંતોને નહીં જોઉં, પરંતુ સમગ્ર અમેરિકાને જોઉં છું. જો બાઇડને પોતાના સંબોધનમાં પોતાના પ્રતિદ્વંદી ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યો છે.

  આ પણ વાંચો, બાઇડનનું ઈન્ડિયા કનેક્શન, મુંબઈમાં ક્યાંક રહે છે વિખૂટો પડેલો પરિવાર

  તેઓએ કહ્યું કે, આપ પૈકી જે લોકોએ પણ ટ્રમ્પને વોટ આપ્યો, તેમની નિરાશા હું સમજી શકું છું. આવો આપણે એક-બીજાને એક તક આપીએ. આ જ એ સમય છે કે આપણે કડવી ભાષાથી અલગ રહીએ. પોતાની વચ્ચેનું અંતર ઘટાડીએ. આપણે એક-બીજાને ફરીથી મળીએ અને ફરીથી સાંભળીએ.

  આ પણ વાંચો, ટ્રમ્પની હાર બાદ હમલા હેરિસે કહ્યું- આપે સત્યને પસંદ કર્યું, આપે બાઇડનને ચૂંટ્યા

  આ પહેલા જો બાઇડને એક ટ્વીટ પણ કર્યું હતું. તેમાં તેઓએ લખ્યું હતું કે, અમેરિકા, હું ગૌરવ અનુભવું છું કે આપે મને આ મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો. આપણું આગામી કામ કઠિન હશે, પરંતુ આપને વાયદો કરું છું કે હું તમામ અમેરિકોનો રાષ્ટ્રપ્રમુખ બનીશ- ભલે તમે મને વોટ આપ્યો છે કે નહીં. આપે મારા પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેની પર હું કાયમ રહીશ.
  Published by:Mrunal Bhojak
  First published: