નવી દિલ્હીઃ જો બાઇડન (Joe Biden)એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી (US Presidential Election 2020)માં ઐતિહાસિક જીત નોંધાવી છે. તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને પછડાટ આપી છે. ત્યારબાદ તેઓએ દેશને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ વાયદો કરે છે કે તેઓ તોડનારા રાષ્ટ્રપ્રમુખ નહીં, પરંતુ એકજૂથ કરનારા રાષ્ટ્રપ્રમુખ બનશે. એવામાં એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો બાઇડન અમેરિકામાં અપ્રવાસીઓની સમસ્યાઓનું પણ સમાધાન લાવવા માટે યોગ્ય પગલાં ભરી શકે છે. એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો બાઇડન 11 લાખ બિન દસ્તાવેજી અપ્રવાસીઓને અમેરિકન નાગરિકતા (US Citizenship)નો રસ્તો પણ સરળ કરી શકે છે. તેમાંથી લગભગ 5 લાખ ભારતીય છે.
જો બાઇડને ચૂંટણી અભિયાનના દસ્તાવેજમાં કહ્યું હતું કે, બાઇડન તરત જ કૉંગ્રેસ (અમેરિકન સંસદ)ની સાથે કામ કરવાનું શરૂ કરી દેશે, જેથી ઇમ્રિગેશન સુધાર સંબંધી કાયદો પસાર કરી શકાય, જે આપણી પ્રણાલીને આધુનિક બનાવે છે, જેમાં લગભગ 11 લાખ બિન દસ્તાવેજી અપ્રવાસીઓ માટે નાગરિકતા રોડમેપ પ્રદાન કરીને પરિવારોને પ્રાથમિકતા પર રાખવામાં આવશે. તેમાં ભારતના 5 લાખથી વધુ અપ્રવાસી સામેલ છે.
એવામાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાઇડન પ્રશાસન પરિવાર આધારિત ઇમિગ્રેશન પ્રણાલીનું સમર્થન કરશે અને અમેરિકાના ઇમીગ્રેશન પ્રણાલીના મૂળ સિદ્ધાતના રૂપમાં પરિવારના એકીકરણને સંરક્ષિત કરશે. તેમાં પરિવાર વીઝા બેકલોગને ઓછો કરવો પણ સામેલ છે. તેની સાથે જ બાઇડનનું નવું પ્રશાસન અમેરિકામાં દર વર્ષે આવનારા શરણાર્થીઓની નિયત ન્યૂનતમ સંખ્યા 95 હજાર અંગે પણ કૉંગ્રેસ સાથે કામ કરશે. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે બાઇડન તરફથી આ સંખ્યા 1.25 લાખ પણ કરવાની યોજના પર કામ કરશે. તેનાથી અમેરિકામાં આવનારા શરણાર્થીઓને નાગરિકતા મળવાનો રસ્તો સાફ થઈ જશે.
બાઇડન પ્રશાસનની યોજના એક મોટા ઇમિગ્રેશન સુધાર પર કામ કરવાના છે. પ્રશાસન એકસાથે કે ટુકડામાં આ સુધારાઓને લાગુ કરશે. બાઇડેન અભિયાન દ્વારા જાહેર દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ઉચ્ચ કૌશલના અસ્થાયી વીઝાનો ઉપયોગ પહેલાથી અમેરિકામાં વિભિન્ન પદો પર કામ કરવા માટે પ્રોફેશનલ્સની નિયુક્તિનો હતોત્સાહિત કરવા માટે નહીં કરવો જોઈએ.
બીજી તરફ, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન H-1B વીઝા સહિત અન્ય ઉચ્ચ કૌશલ વીઝાની મર્યાદા પણ વધારી શકે છે. આ ઉપરાંત તેઓ વિભિન્ન દશો માટે રોજગાર આધારિત વીઝાના કોટાને સમાપ્ત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને જ પગલાથી હજારો ભારતીય પ્રોફેશનન્સને ફાયદો થશે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની કેટલીક ઇમિગ્રેશન નીતિઓથી ભારતીય પ્રોફેશનલ્સ ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર