ટ્રમ્પનો દાવો- ફેંફસામાં ઇન્જેક્શન મારીને કોરોનાની સારવાર થશે, જાણ શું છે સત્ય?

અમેરિકા સરકારે પોતાની સહાયતા એજન્સી યૂએસએઆઇડી દ્વારા ભારતને કોરોન વાયરસ (Coronavirus) મહામારીથી લડવા માટે અતિરિક્ત 30 લાખ અમેરિકી ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી છે. આ પહેલા 6 એપ્રિલે યુએસએઆઇડીએ કોરોના વાયરસથી લડવા માટે 29 લાખ અમેરિકી ડૉલરની સહાયતા કરવાની જાહેરાત કરી હતી. પોતાના દેશમાં પહેલા જ ભારી ભરખમ પેકેજની જાહેરાત કરી ચૂકેલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દુનિયાના બીજા દેશો માટે પણ મદદ માટે હાથ લંબાળ્યો છે.

ટ્રમ્પનું કહેવું છે કે કોરોના સંક્રમિત વ્યક્તિઓના ફેંફસામાં સૌથી વધારે નુકસાન થાય છે, આથી ઇન્જેક્શન મારીને તેને ક્લીન કરી દેવામાં આવે તો તેની સારવાર કરી શકાય છે.

 • Share this:
  વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના કોઈને કોઈ ભાષણને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મેલેરિયા (Malaria)ની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquine)ને કોરોનાની સારવાર માટે કારગર હોવાનું જણાવનારા ટ્રમ્પ હવે કોરોના સંક્રમિત (Corona Infected) લોકોની સારવાર માટે નવી જ થિયરી લઈને આવ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે કોરોના સંક્રમિત વ્યક્તિઓના ફેંફસાઓને સૌથી વધારે નુકસાન થાય છે, માટે જો ઇન્જેક્શનથી ફેંફસાને ક્લીન કરી દેવામાં આવે તો તેની સારવાર કરી શકાય છે.

  ગુરુવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે નવા સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસ અલગ અલગ તાપમાન, ઋતુ અને સપાટી પર વ્યવહાર બદલે છે. વાતચીત દરમિયાન ટ્રમ્પે અચાનક દાવો કર્યો કે, 'મેં જોયું કે કેવી રીતે ફેંફસાના સંક્રમિત ભાગને ક્લીન કરી દેવામાં આવ્યો. ફેંફસાની અંદર એક ઇન્જેક્શન લગાવીને આપણે સંક્રમિત ભાગને ક્લીન કરી શકીએ છીએ. આ વાયરસ ફેંફસાને સૌથી વધારે અસર કરે છે, જેનાથી સૌથી વધારે મોત થાય છે. આપણે આ અંગે સંશોધન કરવું જોઈએ, ડૉક્ટર પાસેથી આ અંગે જાણવું જોઈએ, આ આઇડિયા ખરેખર સારો છે.'

  ટ્રમ્પ બોલતા રહ્યા, નિષ્ણાતો શાંત રહ્યા...

  કોરોના સંક્રમણને દૂર કરવા અંગે ટ્રમ્પ પોતાની થિયરી રજૂ કરી રહ્યા હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં કોરોના ટાસ્ક ફોર્સના કોર્ડિનેટર ડૉક્ટર દેબોરાહ બ્રિક્સ પણ ત્યાં હાજર હતા. તેમણે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. ટ્રમ્પના આવા દાવા બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ મજાક ઉડી રહી છે. અનેક લોકોએ કહ્યું કે આવું જ ચાલ્યું તો ટ્રમ્પ થોડા દિવસોમાં કોરોના વાયરસને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી પણ સળગાવીને મારવા માંગશે.

  આ પણ વાંચો :  સુરેન્દ્રનગર : પાનમાવાના બંધાણીઓ નહીં સુધરે! લખતરમાં Lockdown વચ્ચે થઈ આશ્ચર્યજનક ચોરી

  ડૉક્ટરોએ આ દાવાના ગાંડપણ ગણાવ્યું  ગાર્ડિયન પ્રમાણે ટ્રમ્પના આ દાવાને અનેક ડૉક્ટરોએ ફગાવી દીધો છે, તેમણે ફેંફસાને ક્લીન કરવાની વાતને ગાંડપણ ગણાવી હતી. ડૉક્ટરો ઉપરાંત યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના પ્રોફેસર રૉબર્ટ રાઈખે કહ્યું કે, 'ટ્રમ્પ જે ખોટી જાણકારી જાહેર કરી રહ્યા છે તે સામાન્ય લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવા પ્રોપગેન્ડાને રદ કરી દેવો જોઈએ. ડૉક્ટર અને નિષ્ણાતોનું માનીએ તો તેમણે ફેંફસાને સાફ કરવા માટે કોઈ જ વસ્તુ ન પીવાની સલાહ આપી છે.' ટ્રમ્પના આવા દાવાની ટ્વિટર પર ખૂબ જ ટીકા કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે ટ્રમ્પના આવા દાવાથી જો કોઈનું મોત થઈ જશે તો કોણ જવાબદાર હશે.
  Published by:Vinod Zankhaliya
  First published: