ભારત પછી હવે અમેરિકાએ કરી ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક, ટિક ટૉક પર લાગી શકે છે બેન

News18 Gujarati
Updated: August 1, 2020, 10:51 AM IST
ભારત પછી હવે અમેરિકાએ કરી ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક, ટિક ટૉક પર લાગી શકે છે બેન
અમેરિકાના રાષ્ર્8પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

બીજી તરફ ટિકટૉકને માઇક્રોસોફ્ટને વેચવાની વાત પણ સામે આવી છે.

  • Share this:
ભારત પછી હવે અમેરિકા પણ કોઇ પણ સમયે ચીની એપ ટિક ટૉક (Tik Tok) પર પ્રતિબંધ મૂકી શકે છે. અમેરિાકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપ (US President Donald Trump) ચીની એપ ટિક ટૉક પર બેન કરવાની તૈયારી કરી રહી છે. આ માટે તેણે તમામ વિકલ્પો પર વિચાર કરી લીધો છે. કોરોના (Coronavirus Pandemic)ના પ્રકોપ પછી જ ટ્રંપ ચીનથી ખૂબ જ નારાજ છે. તેમને જણાવી દઇએ કે ચીનથી જોડાયેલી કંપનીઓ પર ભારત સરકાર પહેલા જ ડિજિટલ સ્ટ્રાઇક કરી ચૂકી છે. ભારતે ગત સપ્તાહે જ ચીનના 47 વધુ એપને બેન કર્યા હતા.

આ પહેલા ભારત સરકાર ચીનના 59 એપને બેન કરી ચૂકી છે. જેમાં ટિક ટોક પણ સામેલ છે. આ પછી આ બેનમાં ક્લોનિંગ વાળા એપ્સને સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ એપ્સ પર યુઝર્સના ડેટાની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતે ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહી ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી શરૂ કરી હતી.

CNBCની ખબર મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપ આ મામલે જલ્દી જ આદેશ જાહેર કરશે. આ પર શનિવારે એટલે કે આજે નિર્ણય લેવામાં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપનું કહેવું છે કે અમે ટિકટોક પર નજર રાખી રહ્યા છીએ. અને અમે તેને જલ્દી જ બેન કરી દઇશું. આ મામલે શું કંઇ બીજું પણ થઇ શકે છે કે કેમ તે મામલે પણ તમામ વિકલ્પો પર અમે નજરે રાખી રહ્યા છીએ.ટ્રંપનું આ નિવેદન તે રિપોર્ટ પછી આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે બાઇડ ડાંસ ટિક ટૉકને વેચી શકે છે. અને કંપની માઇક્રોસોફ્ટ સાથે આ મામલે વાતચીત પણ કરી રહી છે.

ટ્રંપે આ રિપોર્ટર્સ પર વાત કરતા કહ્યું કે અમે ટિક ટોકને જોઇ રહ્યા છીએ. અને તેને બેન પણ કરી શકીએ છીએ. કે પછી કંઇ બીજું પણ કરી શકીએ છીએ. અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી. બહુ બધી વસ્તુ છે માટે અમે જોઇશું કે શું કરી શકાય.
Published by: Chaitali Shukla
First published: August 1, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading