USમાં અત્યાર સુધી 2 લાખથી વધુ લોકોનાં મોત, પરંતુ ટ્રમ્પે કોરોનાને ગણાવ્યો ‘Blessings from God’

ડોનાલ્ડ ટ્રમ્પે Video જાહેર કરીને કોરોના વાયરસના સંક્રમણ માટે ફરી એકવાર ચીનને જવાબદાર ઠેરવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે Video જાહેર કરીને કોરોના વાયરસના સંક્રમણ માટે ફરી એકવાર ચીનને જવાબદાર ઠેરવ્યું

  • Share this:
    વોશિંગટનઃ અમેરિકામાં કોરોના સંક્રમણ (Coronavirus)એ સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે અને લગભગ 2 લાખ 16 હજાર લોકો આ મહામારીથી પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ બુધવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણ (Covid-19) તેમના માટે ‘ઈશ્વરનું એક વરદાન’ (Blessings from God) છે કારણ કે તેનાથી તેમને આ બીમારીને ઠીક કરવાની દવાઓ વિશે પરિચિત કર્યા. ટ્રમ્પે આ વીડિયોમાં ફરી એક વાર કોરોના વાયરસ માટે ચીનને જ જવાબદાર ઠેરવ્યું.

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ચીને સમગ્ર દુનિયાને આ મહામારી આપી પરંતુ તે લોકો બચી નહીં જશે, તેમને તેની કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પ પોતે પણ થોડા દિવસો પહેલા કોરોના સંક્રમણનો શિકાબ બની ચૂક્યા છે. તેમને સોમવારે હૉસ્પિટલથી રજા મળી ગઈ છે પરંતુ તેઓ હજુ પણ પોઝિટિવ જ છે. ટ્રમ્પે વોલ્ટર રીડ હૉસ્પિટલથી સોમવાર સાંજે પરત ફર્યા બાદ પહેલીવાર વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેઓએ હૉસ્પિટલમાં આપવામાં આવેલી સારવારની ખૂબ પ્રશંસા કરી અને વાયદો કર્યો કે અમેરિકાના નાગરિકોને કોરોનાની દવાઓ મફતમાં આપવામાં આવશે.

    આ પણ વાંચો, Corona Update: દેશમાં 24 કલાકમાં 78,524 નવા કેસ નોંધાયા, 971 દર્દીનાં મોત

    હેલ્થ એક્સપર્ટ હજુ પણ પરેશાન

    નોંધનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વોલ્ટર રીડ હૉસ્પિટલથી વ્હાઇટ હાઉસ આવ્યા બાદથી જ હેલ્થ એક્સપર્ટ્સ ચિંતિત છે. ટ્રમ્પના ફિજિશિયન ડૉ. શૉન કૉનલીનું કહેવું છે કે ટ્રમ્પ ડિસ્ચાર્જ કરવાના તમામ માપદંડો પર ખરા ઉતર્યા છે. ડૉક્ટર કૉનલીએ એવું પણ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી રાત આરામથી પસાર કરી. જોકે ફ્રન્ટલાઇન ડોક્ટર્સનું માનવું છે કે કોરોના દર્દીઓના મામલામાં હાલ એ માની લેવું કે તેઓ ઠીક થઈ ગયા છે, તો એ ઉતાવળ ગણાશે.

    આ પણ વાંચો, IPL 2020: દિનેશ કાર્તિકની આ ચાલ સામે ધોની ટકી ન શક્યો, ચેન્નઈને મળી શરમજનક હાર

    ટ્રમ્પ સાચી માહિતી નથી આપતા!

    એક્સપર્ટ્સની ચિંતાનું એક મોટું કારણ છે ટ્રમ્પના સારવાર સાથે જોડાયલી જાણકારીઓ. મૂળે ખુદ કૉનલીએ પહેલા જણાવ્યું કે ટ્રમ્પને ઓક્સિજન આપવામાં આવ્યો હતો પરંતુ બાદમાં એવું જતાવવાનો પ્રયાસ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પની હાલત એટલી પણ ખરાબ નથી, જ્યારે રવિવારે તેઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પને dexamethasone આપવામાં આવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: