બુધવારે સવાલે અમેરિકા સહિત દુનિયાભરના લોકો સવારે ન્યૂઝપેપર વાંચી આશ્ચર્ય ચકિત થઇ ગયા. ન્યૂઝ પેપરની હેડલાઇનમાં લખ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે રાજીનામું આપી દીધું છે. આ ફેક ન્યૂઝ મિનિટોમાં જ દુનિયાભરમાં ફેલાઇ ગયા. બુધવારે અમેરિકામાં વોશિંગ્ટન પોસ્ટ ન્યૂઝપેપરની ફૅક કોપીનું વ્હાઇટ હાઉસની આસપાસ અને વોશિંગ્ટનના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં ખુલ્લેઆમ વિતરણ થયું. તેમાં દાવો કરવામાં આવ્યો કે, અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે રાજીનામું આપી દીધું છે.
મૂળ ન્યૂઝપેપરની કોપીની માફક જ આ કોપીને રજૂ કરવામાં આવી. તેમાં 6 કોલમમાં મોટું હેડિંગ આપાવમાં આવ્યું - અનપેક્ષિતઃ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાંથી વિદાય, સંકટ ખતમ ('UNPRESIDENTED Trump hastily departs White House, ending crisis').
આ ન્યૂઝ પેપરની વાત કરીએ તો તે અમેરિકાના જાણીતા ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટ જેવું જ હતું. ડિઝાઇન અને સાઇઝમાં પણ એકદમ તે વોશિંગ્ટન પોસ્ટ જેવું જ હતું. આ ફેક પેપરના ફ્રંટ પેજ પર હેડલાઇન 6 કોલમમાં હતી અને તેમાં મોટા અક્ષરોમાં લખ્યું હતું કે - અનપ્રેસિડન્ટ જેનો અર્થ થાય રાષ્ટ્રપતિ પદ પરથી અપદસ્થ. સાથે જ ટ્ર્મ્પનો ગુસ્સામાં હોય તેવો ફોટો પણ છાપેલો હતો. હેડલાઇન નીચે લખ્યું કે ટ્રમ્પની ઉતાવળની નીતિથી વ્હાઇટ હાઉસ છોડવાની સાથે ઇમરજન્સીનો અંત.
There are fake print editions of The Washington Post being distributed around downtown DC, and we are aware of a website attempting to mimic The Post’s. They are not Post products, and we are looking into this.
ન્યૂઝ પેપરમાં ડાબી બાજુ લખ્યું હતું કે ટ્ર્મ્પનો સમય પૂરો થવાની સાથે જ દુનિયાભરમાં ઉત્સવનો માહોલ છે, જો કે તેમાં તારીખ 1 મે 2019 લખેલી હતી. જેનાથી કેટલાકે તો શરૂઆતમાં જ ભૂલ જોઇ લીધી, પરંતુ બાકી અન્ય લોકો સમજી શક્યા નહીં. ચોંકાવનારી વાત તો એ છે કે આ નકલી ન્યૂઝપેપરની કોપી વ્હાઇટ હાઉસની નજીક ફ્રીમાં વેચવામાં આવી.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક મહિલા વ્હાઇટ હાઉસ બહાર ન્યૂઝ પેપરની નકલી કોપી વેંચતી દેખાઇ રહી હતી. તે લોકોને આ વોશિંગ્ટન પોસ્ટનું એડિશન જણાવી ફ્રીમાં વેંચી રહી હતી. મહિલા પાસે પ્લાસ્ટિક બેગમાં ભરેલા ન્યૂઝપેપર છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર