ટ્રમ્પની ચેતવણી - ભારતને મળેલી તમામ ટેક્સ છૂટ ખતમ કરી શકે છે અમેરિકા

ટ્રમ્પ, મોદી (ફાઇલ તસવીર)

ભારતના ઊંચા ટેક્સને આડેહાથ લેતા ટ્રમ્પે કહ્યું કે તેઓ પણ ભારતના સામાન પર ખૂબ ઊંચો ટેક્સ લગાવવા માંગે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યુ છે કે તેઓ ભારત સાથે વેપારમાં 5.6 બિલિયન યૂએસ ડોલરની નિકાસ પર ટેક્સ ફ્રીની સુવિધા બંધ કરવા માંગે છે. બંને દેશ વચ્ચે થયેલા કરાર પ્રમાણે અમેરિકા તરફથી ભારતને આપવામાં આવેલી આ રાહત છે.

  સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં અનેક અમેરિકન ઉત્પાદનો પર લગાવવામાં આવતા ઊંચા ટેક્સની પણ ટીકા કરી છે. ભારતના ઊંચા ટેક્સને આડેહાથ લેતા ટ્રમ્પે કહ્યું કે તેઓ પણ ભારતના સામાન પર ખૂબ ઊંચો ટેક્સ લગાવવા માંગે છે.

  ટ્રમ્પે સંસદીય નેતાને લખેલા પત્રમાં કહ્યુ કે, 'હું આ પગલું એટલા માટે ઉઠાવી રહ્યો છું, કારણ કે અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ સંબંધો પછી પણ ભારતે સંયુક્ત રાષ્ટ્રને એવું આશ્વાસન નથી આપ્યું કે તે અમેરિકન સામાનને ભારતના બજારમાં યોગ્ય પહોંચ આપશે.'

  મેરિલેન્ડના કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ(સીપીએસી)માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખે સવાલ કર્યો કે, "શું ભારત અમને મુર્ખ સમજે છે?" ટ્રમ્પે કહ્યુ કે તેઓ એવું જણાવવા માંગે છે કે આખું વિશ્વ અમેરિકાનું સન્માન કરે છે. અમે એક દેશને પોતાના સામાન પર 100 ટકા ટેક્સ છૂટ આપીએ અને આપણા એ જ સામાન પર અમને કંઈ જ ન મળે, આવી વ્યવસ્થા હવે નહીં ચાલે.

  આ પણ વાંચો : ભારતને સપોર્ટ કરનારા ટ્રમ્પના બદલાયા સૂર, સાધ્યું નિશાન

  ભારતની વેપાર તેમજ આયાત-નિકાસ નીતિ અંગે મોટું પગલું ભરતા અમેરિકાએ પોતાની ઝીરો ટેરિફ નીતિને ખતમ કરવા માટે છઠ્ઠી ફેબ્રુઆરીએ મંથન શરૂ કર્યું હતું. આ નીતિ અંતર્ગત ભારતમાંથી આવક કરવામાં આવતા સામાન પર ટેક્સ નથી લેવામાં આવતો.

  જનરાલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રિફરેન્સ (જીએસપી) અંતર્ગત ભારતને ટેક્સમાં છૂટ મળી છે. આશરે 5.6 અબજ ડોલર (40 હજાર કરોડ) રૂપિયાનો સામાન કે જેની અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે તેના પર ટેક્સ છૂટ આપવામાં આવે છે. 1970માં બનાવવામાં આવેલી આ યોજનાનો લાભ મેળવતો ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: