ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - CAA પર કશું ના કહી શકું, આ ભારતનો આંતરિક મામલો

News18 Gujarati
Updated: February 25, 2020, 8:37 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - CAA પર કશું ના કહી શકું, આ ભારતનો આંતરિક મામલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બે દિવસીય ભારત યાત્રા દરમિયાન મીડિયા સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બે દિવસીય ભારત યાત્રા દરમિયાન મીડિયા સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (American President Trump) પોતાની બે દિવસીય ભારત યાત્રા દરમિયાન મીડિયા સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભારતમાં થયેલા સ્વાગતની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમના બે દિવસ શાનદાર પસાર થયા છે. પીએમ મોદી(PM Modi) ની પ્રશંસા કરતા તેમના વ્યક્તિત્વને શાનદાર ગણાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમને ઘણો આનંદ આવ્યો. અમારી શાનદાર બેઠક થઈ. ભારત એક જબરજસ્ત દેશ છે. મને લાગે છે કે ભારત અમને પહેલા પસંદ કરતા હતા તેના કરતા આ વખતે વધારે પસંદ કર્યો. પ્રધાનમંત્રી અને મારી વચ્ચે એક શાનદાર સંબંધ છે. ટ્રમ્પે કહ્યું હતું કે લોકતંત્ર પર વિશ્વાસ કરવો ગૌરવની વાત છે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમે આપસી સંબંધોને વધારવા માંગીએ છીએ. ભારત એક શાનદાર બજાર છે. ભારત, અમેરિકાથી ઘણા સારા રક્ષા ઉપકરણ ખરીદશે. તેમણે ભારત સાથે થયેલી 3 બિલિયન ડોલરની ચોપર ડીલનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારત સૌથી વધારે ટેરિફ અમેરિકાના સામાન પર લગાવે છે જ્યારે ભારતથી સામાન આવે છે તો અમેરિકા તેની ઉપર કોઈ ટેરિફ લગાવતું નથી. અમે તેને જોઈ રહ્યા છીએ અને વાતચીત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો - ભારતના ટોપ બિઝનેસમેનને મળ્યા ટ્રમ્પ, કહ્યું - તમને કાનૂનમાં ઢીલ આપીશું

પાકિસ્તાનમાંથી ભારત આવી રહેલા આતંકવાદ પર ટ્રમ્પે કહ્યું હતું કે અમારી પાકિસ્તાન સાથે વાત થાય છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અમારા સારા મિત્ર છે. પીએમ મોદી સાથે આ મુદ્દા પર લાંબી વાતચીત થઈ છે. મેં કાશ્મીર પર મધ્યસ્થતાની વાત કરી હતી. જે થઈ શકશે તે કરીશ. જોકે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે બંને દેશો ઉકેલ લાવી દેશે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી ઘણા ધાર્મિક છે પણ ઘણા સખત વ્યક્તિ છે. તે તેનો (પાકિસ્તાની આતંકવાદનો) ખ્યાલ રાખશે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ધાર્મિક સ્વાતંત્રતાનું સમર્થન કરે છે. પીએમ મોદીએ પણ તેમને આવી જ વાત કહી છે. જોકે આ મુદ્દા પર તેમની સાથે વધારે વાત થઈ નથી. CAA પર વાત કરવાથી ટ્રમ્પે ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે તેનો નિર્ણય ભારત ઉપર છોડીએ છીએ. આશા છે કે તે પોતાના નાગરિકો માટે જે નિર્ણય કરશે યોગ્ય હશે.
First published: February 25, 2020
વધુ વાંચો
अगली ख़बर