Corona: ડોનાલ્ડ ટ્રમ્પની તબિયતમાં સુધારો, આજે મળી શકે છે હૉસ્પિટલથી રજા

મેડિકલ ટીમનું કહેવું છે કે ટ્રમ્પે રેમડેસિવીરનો ત્રીજો ડોઝ પૂરો કરી લીધો, તેમની કિડની અને લીવરની ક્રિયાઓ સામાન્ય

મેડિકલ ટીમનું કહેવું છે કે ટ્રમ્પે રેમડેસિવીરનો ત્રીજો ડોઝ પૂરો કરી લીધો, તેમની કિડની અને લીવરની ક્રિયાઓ સામાન્ય

  • Share this:
    વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની મેડિકલ ટીમનું કહેવું છે કે રાષ્ટ્રપ્રમુખે રેમડેસિવીર (Remdesivir)નો ત્રીજો ડોઝ પૂરો કરી લીધો છે. અને તેમની કિડની અને લીવરની ક્રિયાઓ સામાન્ય હતી. રોઇટર્સના એક અહેવાલ મુજબ સોમવારે જ તેમને રજા આપવાની શક્યતા છે. રેમડેસિવીર દવા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કોરોનાના દર્દીઓેન 11 દિવસમાં જ સાજા કરવામાં મદદ કરે છે. અમેરિકામાં રેમડેસિવીર દવાના કોરોના દર્દીઓ (Corona Patients) પર સારા પરિણામ જોવા મળ્યા છે. ચિકિત્સા વિશેષજ્ઞ રેમડેસિવીરને ઇબોલા વાયરસની વિરુદ્ધ સૌથી પહેલા ટેસ્ટ કરવામાં આવેલી આ એન્ટીવાયરલ દવાને પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે.

    રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠન (National Institutes of Health)એ જાણવા મળ્યું છે કે રેમડેસિવીરનો ડોઝ જે લોકોને આપવામાં આવ્યો છે તેમને સરેરાશ 11 દિવસમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દવાથી કોરોનાના દર્દી સરેરાશ ચાર દિવસ પહેલા સાજા થઈ રહ્યા છે. એફડીએએ ગિલિયડ સાયન્સિસ ઇન્ક દ્વારા વેચવામાં આવી રહેલીસ આ એન્ટીવાયરલ દવાનો ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

    આ પણ વાંચો, કોરોનાથી સાજા થનારા દર્દીઓના શરીરમાં 90 દિવસ સુધી રહે છે વાયરસ!

    આ દવાથી સરેરાશ ચાર દિવસ પહેલા દર્દી સાજા થઈ રહ્યા છે

    વૈજ્ઞાનિકો મુજબ, અમેરિકાની ફાર્મા કંપની ગિલિયડ દ્વારા બનાવવામાં આવેલી રેમડેસિવીર દવા આમ તો કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે નથી બનાવવામાં આવી. જોકે આ દવાનો ફાયદો દર્દીઓને થઇ રહ્યો છે. આ દવાની સાઇડ ઇફેક્ટ પર હજુ રિસર્ચ પણ કરવાનું બાકી છે. આ પહેલા જૉન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ ગંભીર રીતે બીમાર લોકો માટે બીજી દવાઓની સાથે મળી તેનો ઉપયોગ ઘણો ફાયદારૂપ સાબિત થઈ રહ્યો છે.

    આ પણ વાંચો, બિરયાની ખરીદવા રસ્તા પર લાગી દોઢ કિલીમીટર લાંબી લાઇન, લોકોએ પૂછ્યું- ફ્રીમાં મળે છે?

    મલેનિયા વ્હાઇટ હાઉસમાં ક્વૉરન્ટિન

    ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની મલેનિયા પણ કોરોના સંક્રમિત થયા છે. ટ્રમ્પની સારવાર વાલ્ટર રીડ આર્મી હૉસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ મલેનિયા વ્હાઇટ હાઉસમાં જ સેલ્ફ આઇસોલેશનમાં છે. ટ્રમ્પ શુક્રવારે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની અને પોતાની પત્નીના કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. તેઓએ લખ્યું હતું કે તેમની અને પત્ની મલેનિયા ટ્રમ્પનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે સૂચના આપતા કહ્યું કે ટ્રમ્પ થાક અનુભવી રહેતી હતી, પરંતુ તે આશાવાદી છે.
    Published by:Mrunal Bhojak
    First published: