ટ્રમ્પનો ઈમરાનને વધુ એક આંચકો, Howdy Modi કાર્યક્રમમાં થઈ શકે છે સામેલ

22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા

News18 Gujarati
Updated: September 15, 2019, 11:17 AM IST
ટ્રમ્પનો ઈમરાનને વધુ એક આંચકો, Howdy Modi કાર્યક્રમમાં થઈ શકે છે સામેલ
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: September 15, 2019, 11:17 AM IST
કાશ્મીર મુદ્દે સમર્થન માટે દુનિયાભરા દેશોથી વાત કરી રહેલા પાકિસ્તાન (Pakistan)ને અમેરિકા (America) તરફથી વધુ એક આંચકો લાગી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) એવું વિચારી રહ્યા છે કે તેઓ કાશ્મીર (Kashmir) મુદ્દાને અમેરિકા પાસે લઈ જાય. પરંતુ તેના જૂઠાણાં કોઈ સાંભળશે નહીં એવું લાગી રહ્યું છે.

ઈમરાન ખાનની યોજના છે કે તેઓ સપ્ટેમ્બરના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના ભાષણમાં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને મળીને ભારતના આંતરિક મુદ્દો એટલે કે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા વિશે વાત કરશે. જોકે, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના કાર્યક્રમોમાં જે ધૂમ હશે, તે સમયે ભાગ્યે જ કોઈ ઈમરાનના ખોટા દાવાઓ પર ધ્યાન આપશે. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 (Article 370) હટાવવા પર ઉશ્કેરાઈ ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, પોતાના પ્રવાસ દરમિયાન બે વાર ટ્રમ્પને મળશે.

Howdy Modiમાં ટ્રમ્પ થઈ શકે છે સામેલ!

બીજી તરફ, અહેવાલ છે કે, અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ 'Howdy Modi'માં ટ્રમ્પ સામેલ થઈ શકે છે. નોંધનીય છે કે, 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં મોદી ભારતીય સમુદાયને સંબોધશે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિની સંભાવના છે. Howdy Modi નામના આ કાર્યક્રમમાં ટ્રમ્પની સામેલ થવાની શક્યતા છે.

આ પણ વાંચો, બાલાકોટનું સત્ય : આ 4 જૂઠાણાંથી દુનિયાને સામે પાકિસ્તાનનો ચહેરો છતો થયો

નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપતાં પહેલા વડાપ્રધાન મોદી અને પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન 21 તારીખે અમેરિકા પહોંચશે. અહીં બંને 27 સપ્ટેમ્બરે જ UNGAમાં ભાષણ આપશે. UNGAથી અલગ પીએમ મોદી દુનિયાભરના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમેરિકામાં હશે જેઓ પોતાના સમકક્ષો સાથે બેઠક કરશે.
Loading...

પાકિસ્તાન માટે કોઈ આંચકાથી ઓછું નથી

આ સ્પષ્ટપણે પાકિસ્તાન માટે એક આંચકાથી ઓછું નથી, કારણ કે ભારતના આંતરિક મુદ્દા પર તેના જૂઠા દાવાઓ પ કોઈ ધ્યાન નથી આપતું. આ ઈમરાન ખાનનો અમેરિકાનો બીજો પ્રવાસ હશે. જુલાઈમાં ખાને ટ્રમ્પ સાથે એક બેઠક કરી હતી, ત્યારબાદ તેઓએ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરી હતી.

ટ્રમ્પે ત્યારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે કહ્યું હતું. જોકે, ભારત સરકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આશ્ચર્યજનક દાવાનો ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચો, ઈમરાન અને નવાઝ વચ્ચે થઈ ડીલ, દીકરી મરિયમ સાથે છોડી દેશે પાકિસ્તાન!
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...