Home /News /national-international /USના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને અમેરિકાના સર્વોચ્ચ સન્માન- લીજન ઓફ મેરિટથી કર્યા સન્માનિત

USના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને અમેરિકાના સર્વોચ્ચ સન્માન- લીજન ઓફ મેરિટથી કર્યા સન્માનિત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે US-India વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવવામાં નેતૃત્વ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે US-India વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવવામાં નેતૃત્વ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં તેમના નેતૃત્વ માટે અમેરિકાના એક ઉચ્ચ સન્માન લીજન ઓફ મેરિટ (Legion of Merit)થી સન્માનિત કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી. ઓ. બ્રાયને આ જાણકારી આપી. અમેરિકામાં કાર્યરત ભારતીય રાજદૂત તરનજીત સિંહે વડાપ્રધાન મોદી તરફથી આ સન્માનનો સ્વીકાર કર્યો.

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)એ NSA રોબર્ટ સી. ઓ બ્રાયનના હવાલાથી ટ્વીટ કર્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવવામાં નેતૃત્વ માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા છે. રાજદૂત તરનજીત સિંહ સંધૂએ વડાપ્રધાન મોદી તરફથી પદકનો સ્વીકાર કર્યો.

આ પણ વાંચો, જાણો કયા-કયા દેશોમાં નવા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની થઈ પુષ્ટિ

20 જુલાઈ 1942ના રોજ કૉંગ્રેસ દ્વારા લીજન ઓફ મેરિટ મેડલની સ્થાપના કરવામાં આવી હતી. એ અમેરિકન સેના અને વિદેશ સૈન્ય સભ્યો અને રાજકીય હસ્તઓને પ્રદાન કરવામાં આવે છે જેઓએ અસાધારણ પ્રદર્શન કર્યું છે. આ સર્વોચ્ચ સૈન્ય પદક પૈકી એક છે જેને વિદેશી અધિકારીઓને પ્રદાન કરવામાં આવી શકે છે.

વિદેશ મંત્રાલયે કહ્યું- આ PM મોદીના પ્રયાસોની માન્યતાનું પ્રતીક
જન ઓફ મેરિટ મેડલ એક પાંચ કિરણોવાળું સફેસ ક્રોસ છે જેના કિનારે લાલ રંગ છે. તેમાં 13 સફેદ તારા સાથે કિનારા પર એક લીલા રંગની માળા જેવી આકૃતિ બનેલી હોય છે.

આ પણ વાંચો, મહિલા પોલીસકર્મીએ ચાલાકીથી લીધી લાંચ, સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું- ‘પૉકેટ પે’

આ પુરસ્કાર PM મોદીના નિરંતર નેતૃત્વ અને વૈશ્વિક શક્તિના રૂપમાં ભારતના ઉદ્ભવ માટે નેતૃત્વ અને દૃષ્ટિકોણને મળી રહેલી માન્યતાઓના કારણે આપવામાં આવ્યું છે. સાથોસાથ આ સન્માન એ વાતની પણ પુષ્ટિ કરે છે કે પીએમ મોદીએ ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને વધારવા માટે અનુકરણીય યોગદાન આપ્યું છે.
First published:

Tags: Donald trump, US, અમેરિકા, નરેન્દ્ર મોદી, ભારત