વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કાર્યકાળના છેલ્લા કેટલા દિવસોમાં કલંકિત વારસાને સુધારવાનો પ્રયાસ કરતાં બુધવાર વહેલી પરોઢે (ભારતીય સમય મુજબ) પોતાના પ્રશાસનની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેની સાથે જ તેઓએ કહ્યું કે આ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનની શરૂઆત છે. એક ફેરવેલ વીડિયોમાં ટ્રમપે આગામી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden)ને શુભેચ્છાઓ પાઠવી. ટ્રમ્પે કહ્યું કે આ સપ્તાહે આપણને નવી સરકાર મળશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમેરિકાને સુરક્ષિત અને સમૃદ્ધ રાખવામાં તેમને સફળતા મળે. ટ્રમ્પે વીડિયોમાં કહ્યું કે, અમે અમારી શુભકામનાઓ આપીએ છીએ અને અમે એવું પણ ઈચ્છીએ છીએ કે તેમને ભાગ્યનો સાથ મળે.
ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં મતદાનમાં ચેડાં થવાના આધારહીન આરોપ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમગ્ર ભાષણમાં બાઇડેનનું નામ ન લીધું. તેઓએ નવી સરકાર માટે ‘આગામી પ્રશાસન’ શબ્દનો ઉપયોગ કર્યો. ટ્રમ્પના અનેક સમર્થકોનું માનવું છે કે ચૂંટણી તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી.
We imposed historic and monumental tariffs on China; made a great new deal with China... Our trade relationship was rapidly changing, billions and billions of dollars were pouring into the US, but the virus forced us to go in a different direction: US President Donald Trump https://t.co/aLjO1qG0FW
ટ્રમ્પે સંબોધનમાં પોતાના રાષ્ટ્રપ્રમુખ કાર્યકાળને લોકો માટે એક જીતના રૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ ભાષણ દરમિયાન અગત્યની ઉપલબ્ધિઓ તરીકે મધ્ય પૂર્વમાં સંબંધોને સામાન્ય કરવાના પ્રયાસો, કોરોના વાયરસ વેક્સીનેશન અને એક નવું અંતરિક્ષ દળ બનાવવાનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે એ અંતહીન વિવાદોનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો જે છેલ્લા ચાર વર્ષથી સાચા પુરવાર થઈ ચૂક્યા છે. આ પણ વાંચો, કયા-કયા લોકો બિલકુલ ન લે કોવેક્સીનનો ડોઝ, ભારત બાયોટેકે જાહેર કરી ફેક્ટશીટ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખના રૂપમાં, મારી સર્વોચ્ચ પ્રાથમિકતા, મારી નિરંતર ચિંતા, હંમેશા અમેરિકાના શ્રમિકો અને અમેરિકાના પરિવારોનું સર્વોત્તમ હિત રહ્યું છે. મેં એ માર્ગ શોધવાનો પ્રયાસ નથી કર્યો જેમાં ઓછામાં ઓછી ટીકા થાય. મેં આકરી લડાઈઓ માટે સૌથી કઠિન વિકલ્પ અપનાવ્યા કારણ કે તમે મને આવું કરવા માટે ચૂંટ્યો હતો. ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કરતાં એવી પણ સ્પષ્ટતા કરી કે, તેઓ બુધવાર બપોરે નવા પ્રશાસનને સત્તા સોંપશે પરંતુ હું આપને જણાવવા માંગું છું કે અમારા દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનની આ માત્ર શરૂઆત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર