ડીલ પર ચર્ચા, મેલાનિયાની સ્કૂલ મુલાકાત, જાણો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું આજનું શિડ્યૂલ

News18 Gujarati
Updated: February 25, 2020, 7:43 AM IST
ડીલ પર ચર્ચા, મેલાનિયાની સ્કૂલ મુલાકાત, જાણો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું આજનું શિડ્યૂલ
ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવન ખાતે પારંપરિક રીતે સ્વાગત કરાશે, રાજઘાટ જઈ ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે

ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવન ખાતે પારંપરિક રીતે સ્વાગત કરાશે, રાજઘાટ જઈ ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે 10 વાગ્યે ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાનું રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવશે. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ટ્રમ્પની વચ્ચે ભારત-અમેરિકા સંબંધો પર વૈશ્વિક ભાગીદારી પર વિસ્તારથી ચર્ચા થશે.

સૂત્રો મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકર, રવિશંકર પ્રસાદ, ડૉ. હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ અને હરદીપ પૂરી ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ટ્રમ્પ સવારે 10 વાગ્યાની આસપાસ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા તેમની સમાધિ રાજઘાટ જશે અને 10.30 વાગ્યે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પિત કરશે.

ટ્રમ્પ અને મોદી સંયુક્ત કૉન્ફરન્‍સ કરશે

ત્યારબાદ સવારે 11 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસ પહોંચશે. અહીં પીએમ મોદી અને ટ્રમ્પની વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થશે. વિદેશ સચિવ મુજબ, આ મંત્રણામાં રક્ષા, સુરક્ષા, આતંકવાદ, વેપાર, ઉર્જા સહિત રણનીતિક ભાગીદારી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે. ત્યારબાદ બંને નેતા સંયુક્ત કૉન્ફરન્સને સંબોધશે.

પીએમ મોદી સાથે કરશે લંચ

પીએમ મોદીએ મંત્રણા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ માટે બપોરે લંચનું આયોજન કર્યું છે. અહીં બંને નેતા સાથે લંચ પણ કરશે. ત્યારબાદ સાંજે 7.30 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) સાથે મુલાકાત કરશે અને રાત્ર‍િ ભોજનમાં સામેલ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સન્માનમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે ટ્રમ્પ પરત અમેરિકા જવા રવાના થઈ જશે.

મેલાનિયા ટ્રમ્પ બાળકોને મળશે

બીજી તરફ, ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ આજે દિલ્હી સ્થિત સરકારી સ્કૂલના હેપીનેસ ક્લાસનો પ્રવાસ કરશે અને બાળકો સાથે વાત કરશે. બપોરે 3 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અમેરિકન એમ્બેસી જઈને ભારતના મોટા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત પણ કરશે.

આ પણ વાંચો, અમેરિકા માટે ભારત કેમ આટલું મહત્વનું છે?
First published: February 25, 2020, 7:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading