PM મોદીનો દબદબો હોવાનું ટ્રમ્પે ફરી સ્વીકાર્યું, કહ્યુ- ફેસબુક પર હું નંબર 1 અને મોદી નંબર 2

News18 Gujarati
Updated: January 22, 2020, 7:44 PM IST
PM મોદીનો દબદબો હોવાનું ટ્રમ્પે ફરી સ્વીકાર્યું, કહ્યુ- ફેસબુક પર હું નંબર 1 અને મોદી નંબર 2
ટ્રમ્પે ફરી સ્વિકાર્યો PM મોદીનો દબદબો, કહ્યું - ફેસબુક પર હું નંબર 1 અને મોદી નંબર 2

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટીવી ચેનલ સીએનબીસી-ટીવી18 સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) કહ્યું છે કે હું ફેસબુક (Facebook)પર નંબર 1 છું, શું તમે જાણો છો કે નંબર 2 કોણ છે? ભારતના મોદી. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીએનબીસી-ટીવી18 (CNBC-TV18)ને દાવોસ (Davos)માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(World Economic Forum)માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)સાથેનું આ ખાસ ઇન્ટરવ્યૂનું પ્રસારણ સીએનબીસી-ટીવી18 પર બુધવારે સાંજે 6 કલાકે થશે.

US ફેડરેશનના રેટ કટથી અમેરિકાના GDPને નુકસાન થયું
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ US ફેડરેશનના રેટ કટ કરવાથી અમેરિકાના GDPને નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા (America)ની જીડીપી વધારો 2%થી વધારે રહેશે. ટ્રમ્પે કહ્યું કે જો અમેરિકાએ રેટ કટના કર્યા હોત તો આ વધીને 4%થી વધારે હોત. US ફેડરેશનનો રેટ કટ GDPનો કત્લ કરનાર રહ્યો છે અને આ એક મોટી ભૂલ છે.

આ પણ વાંચો - ઇન્કમ ટેક્સ સ્લેબમાં થઈ શકે છે મોટો ફેરફાર! 20 લાખ રુપિયા કમાનારને થશે આ ફાયદો

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું કે મેક્સિકોથી ટ્રેડ ડીલ કરવા અને ટીન સાથે ડીલનો પ્રથમ તબક્કો પુરો કર્યા પછી હવે તેમની નજર યૂરોપિયન યૂનિયન સાથે એક ટ્રેડ ડીલ કરવા પર લાગેલી છે. આ સાથે ટ્ર્મ્પે જલ્દી બ્રિટન સાથે એક ટ્રેડ ડીલ કરવાનો ઇશારો પણ કર્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકા મિત્ર બોરિસ જોન્સન સાથે એક ડીલ કરી શકે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટીવી ચેનલ સીએનબીસી-ટીવી18 સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી હતી. સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland)ના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે દુનિયાભરના શીર્ષ ઉદ્યોગપતિ, રાજનેતા અને પ્રભાવશાળી લોકો દાવોસ પહોંચેલા છે.વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (World Economic Forum)ની શરુઆત 1971માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય દુનિયાની સ્થિતિમાં સુધારો કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ભારતનું નેતૃત્વ કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 50માં સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ પ્રતિનિધિમંડળ સાથે પહોંચ્યા છે. આ વાતની જાણકારી સરકારી એજન્સીઓએ આપી હતી.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर