Home /News /national-international /

આગામી થોડા દિવસોમાં રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે, યુએસ પ્રમુખનો દાવો- સૈનિકોને હટાવવાની વાત ખોટી

આગામી થોડા દિવસોમાં રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે, યુએસ પ્રમુખનો દાવો- સૈનિકોને હટાવવાની વાત ખોટી

યુએસ પ્રમુખ જો બાઇડેન.

Russia-Ukraine Stand Off: જો બાઇડેને કહ્યું કે તેમને હજુ સુધી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) તરફથી સ્ટેન્ડઓફનો રાજદ્વારી ઉકેલ શોધવાના યુએસ પ્રસ્તાવનો લેખિત જવાબ મળ્યો નથી.

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને (US President Joe Biden) ગુરુવારે કહ્યું કે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવાનો ખતરો ઘણો વધારે છે અને આવનારા થોડા દિવસોમાં આવું થઈ શકે છે. જ્યારે રશિયા દાવો કરી રહ્યું છે કે તેણે યુક્રેનની સરહદ (Russia-Ukraine Stand Off) પરથી તેની સેના પાછી ખેંચી લીધી છે.

    અમેરિકી રાષ્ટ્રપતિએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં નિયમિત પ્રેસ બ્રીફિંગ (White House Press Briefing) દરમિયાન પત્રકારોને કહ્યું,"ખતરો ઘણો વધારે છે કારણ કે રશિયાએ યુક્રેનની સરહદ પરથી પોતાના સૈનિકોને હટાવ્યા નથી પરંતુ સૈનિકોની તૈનાતી વધારી દીધી છે." રશિયન સૈનિકોને યુક્રેનમાં પ્રવેશવામાં મદદ કરવા માટે ત્યાંની સરકાર દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તે માનવા માટે અમારી પાસે યોગ્ય કારણ છે."

    આ પણ વાંચો- ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, સોમવારથી શાળા-કોલેજો સંપૂર્ણ રીતે શરૂ થશે

    અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, “અમને મળી રહેલા સંકેતો અનુસાર રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પર જવા અને યુક્રેન પર હુમલો કરવા માટે તૈયાર છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં આ જોવા મળશે." જો બાઇડેને કહ્યું કે તેમને હજુ સુધી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી સ્ટેન્ડઓફનો રાજદ્વારી ઉકેલ શોધવાના યુએસ પ્રસ્તાવનો લેખિત જવાબ મળ્યો નથી.

    આ પણ વાંચો- કોરોના સંક્રમણ ઘટતા રાજ્યના 6 મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, જાણો કયા-કયા શહેરોમાં રહેશે નાઇટ કર્ફ્યૂ?

    નાટોમાં સામેલ થયાના લાંબા ગાળાના ધ્યેય સહિત દેશની પશ્ચિમ-ઉન્મુખ નીતિઓને ઉલટાવી દેવાના પ્રયાસમાં રશિયાની સેનાએ યુક્રેનની મોટાભાગની સરહદોને ઘેરી લીધી છે. જો બાઇડેને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને નિયંત્રિત કરવા માટે હજુ પણ "રાજદ્વારી માર્ગ" ખુલ્લો છે અને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન સંયુક્ત રાષ્ટ્રમાં તેમના ભાષણમાં તે માર્ગ શું છે તે સમજાવશે. જો કે બાઇડેને એમ પણ કહ્યું કે પુતિનને બોલાવવાની તેમની કોઈ યોજના નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Russia, Ukraine, United states of america

    આગામી સમાચાર