"ભારત જવાનો છું", ટ્રમ્પે ભારત પ્રવાસ પહેલા માર્ક ઝકરબર્ગની આ વાતને ટાંકીને કર્યું ટ્વિટ

ટ્રમ્પ બે દિવસની ભારતની મુલાકાતે આવશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસ પહેલા ઝરકબર્ગને ટાંકીને લખ્યું કે, તેમના કહેવા પ્રમાણે FB પર હું નંબર-1 અને ભારતના પીએમ મોદી નંબર-2 છે.

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ આજે ટ્વિટ કરીને કહ્યુ છે કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ટૂંક સમયમાં ભારત જઈ રહ્યા છે. નોંધનીય છે કે ટ્રમ્પ આગામી 24મી અને 25મી ફેબ્રુઆરીના
  રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ ખાતે તેમના સ્વાગતને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  ટ્ર્મ્પે ટ્વિટ કરીને શું લખ્યું?

  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વહેલી સવારે (ભારતીય સમય પ્રમાણે) ટ્વિટ કરીને લખ્યું છે કે, "મને લાગે છે આ શ્રષ્ઠ સન્માન છે, નહીં. માર્ક ઝકરબર્ગે તાજેતરમાં એવું કહ્યું હતું કે ફેસબુક પર ડોનાલ્ડ જે. ટ્રમ્પ નંબર-1 છે.
  બીજા નંબર પર ભારતના વડાપ્રધાન મોદી છે. હકીકતમાં હું બે અઠવાડિયામાં ભારત જઈ રહ્યો છું. હું આ ઘડીને આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."

  વિશ્વની બે મોટી લોકશાહીના નેતાઓની આ મુલાકાત પર આખી દુનિયાની નજર ટકી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ આગામી 24મી અને 25મી ફેબ્રુઆરીના રોજ બે દિવસની ભારત
  મુલાકાત આવી રહ્યા છે. બંને નેતાઓ અમદાવાદ અને નવી દિલ્હીની મુલાકાત લેશે.

  અમદાવાદ ખાતે લાખો લોકો ટ્રમ્પનું સ્વાગત કરશે. અઠવાડિયાની શરૂઆતમાં ટ્રમ્પે નિવેદન આપીને જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીના કહેવા પ્રમાણે અમદાવાદ એરપોર્ટથી મોટેરે સ્ટેડિયમ ખાતે તેમના સ્વાગતમાં
  લાખો લોકો ખડેપગે રહેશે. અમદાવાદ ખાતે ટ્રમ્પ મોટેરા સ્ટેડિયા અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે. મોટેરા સ્ટેડિયમ ખાતે ટ્રમ્પ માટે ખાસ "કેમ છો ટ્રમ્પ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: