વોશિંગ્ટન: અફઘાનિસ્તાનમાં અમેરિકી અધિકારીઓએ તાલીબાનને એવા અફઘાન નાગરિકોને નિશાન બનાવવા "હત્યાની યાદી" સોંપી, જેમણે દેશમાં અમેરિકન દળોને મદદ કર હતી. એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
'પોલિટીકો' અનુસાર, તાલિબાને આ મહિનાની શરૂઆતમાં કાબુલ પર કબજો કર્યા બાદ, અમેરિકી અધિકારીઓએ અમેરિકન નાગરિકો, ગ્રીનકાર્ડ ધારકો અને અફઘાન સાથીઓના નામની યાદી આતંકવાદી જૂથને સોંપી હતી જેથી તેમને કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આસપાસના તાલિબાન નિયંત્રિત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે.
તાલિબાનની ક્રૂરતા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો
11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા બાદ યુદ્ધ દરમિયાન અમેરિકી સૈન્ય અને અન્ય પશ્ચિમી દળોને મદદ કરનાર અફઘાનીઓની તાલિબાની ક્રૂર હત્યા કરવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનની રાજધાનીમાં તાલિબાનોએ દેશ પર કબજો કર્યા બાદ હજારો નાગરિકોને સ્થળાંતર કર્યા બાદ ઉથલપાથલ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
એરપોર્ટની બહાર બાઈડન વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા માટે તાલિબાનના વિશ્વાસને કારણે આ પગલું પણ લેવામાં આવ્યું. તાલિબાનના કાબુલ પર કબજો કર્યા પછી, લગભગ એક મિલિયન લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકોને તાલિબાનની અનેક ચોકીઓમાંથી પસાર થવું પડ્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિએ ના પાડી ન હતી
પરંતુ તાલિબાનને પસંદગીના નામોની સપ્લાયથી સાંસદો અને સેનાના અધિકારીઓ ગુસ્સે થયા છે. એક સંરક્ષણ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, "મૂળભૂત રીતે તેઓ તે તમામ અફઘાનને હત્યાની યાદીમાં મૂકવા માગે છે." તે નિરાશાજનક અને દુખદાયક છે."
રિપોર્ટ અંગે પૂછવામાં આવતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, તેમને વિશ્વાસ નથી કે આવું કોઈ લીસ્ટ છે પરંતુ એ વાતથી પણ ઈનકાર નથી કર્યો કે, અમેરિકાએ કેટલીક વખત તાલિબાનને આવા નામોની યાદી આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર