અમેરિકાએ ઇરાનના એક ગ્રૂપને આતંકવાદી સંગઠનની યાદીમાં મુક્યું

News18 Gujarati
Updated: April 9, 2019, 8:15 PM IST
અમેરિકાએ ઇરાનના એક ગ્રૂપને આતંકવાદી સંગઠનની યાદીમાં મુક્યું

  • Share this:
અમેરિકાએ ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કર્યુ છે. બીજી તરફ, ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે અમેરિકાને આતંકવાદ ફેલાવનાર દેશ અને ક્ષેત્રમાં મોજૂદ અમેરિકન ફોર્સને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે. સરકારી ન્યૂઝ એજન્સીના એક નિવેદન અનુસાર, આ પગલું ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવાના અમેરિકાના ગેરકાયદે અને મુખર્તાપૂર્ણ પગલાં બાદ ઉઠાવવામાં આવ્યું છે.

વ્હાઇટ હાઉસ અધિકારીઓ અનુસાર, વ્હાઇટ હાઉસ તરફથી ઇરાન વિરૂદ્ધ આક્રમક રણનૈતિક પગલાં ઉઠાવવાના ભાગરૂપે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. IRGCનું ગઠન એપ્રિલ 1979માં ઇરાની ક્રાંતિ બાદ થયું હતું. ઇરાનના સૈન્ય બળોની શાખા IRGCને સાઉદી અરેબિયા અને બેહરિન પહેલાંથી જ આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યું છે. અધિકારીઓ અનેક મહિનાઓથી તેને આ યાદીમાં મુકવા પર ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. સીએનએનની જુલાઇ 2018ના રિપોર્ટ અનુસાર, એડમિનિસ્ટ્રેશન આવું કરવા પર વિચાર કરી રહ્યું હતું. રક્ષા અધિકારીઓએ સીએનએનએ કહ્યું કે, સીરિયા અને ઇરાકમાં ગોઠવવામાં આવેલા અમેરિકન સૈનિકોની આઇઆરજીસીના સભ્યો વચ્ચે ઘણીવાર અથડામણ થઇ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોર ભૂલ્યા ભાન, અશોભનીય શબ્દનો કર્યો પ્રયોગ

ટ્રમ્પે સોમવારે કહ્યું કે, ઇરાનમાં સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપે છે. રિવોલ્યૂશનરી ગાર્ડ આતંકવાદ માટે ફંડિંગ પુરૂ પાડે છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ તમામ બેંકો અને કારોબારોને ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સની સાથે કામકાજ ચાલુ રાખવાથી પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. અમેરિકાએ આ સંગઠનને આતંકવાદી સંગઠનની યાદીમાં મુક્યું છે.

પોમ્પિયોએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું, વિશ્વની તમામ બેન્કો અને વ્યવસાયોએ એ સુનિશ્ચિત કરવું પડશે જે કોઇ પણ કંપનીની સાથે નાણાકીય લેવડદેવડ થઇ રહી છે, તે કોઇ પણ રીતે ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સ ગ્રૂપ સાથે સંકળાયેલી ના હોય.

આ અગાઉ ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખામનેઇએ શનિવારે કહ્યું કે, ઇરાકના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખામનેઇએ શનિવારે કહ્યું કે, ઇરાકને પોતાના ક્ષેત્રમાંથી અમેરિકન સૈન્ય હટાવવા પર વિચાર કરવો જોઇએ.ઇરાનની મુલાકાતે ગયેલા ઇરાકના વડાપ્રધાન અદેલ અબ્દુલ મહદી સાથે મુલાકાત દરમિયાન ખામનેઇએ કહ્યું કે, પાડોશી દેશોમાં અમેરિકન સૈન્યની ઉપસ્થિતિ દેશ અને ક્ષેત્રના લોકોના હિતમાં નથી, એવામાં ઇરાકની સરકારે અમેરિકન સૈન્યને હટાવવા માટે અમેરિકાને આગ્રહ કરવો જોઇએ. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, ખામનેઇએ સ્પષ્ટતા કરી છે કે, જો અમેરિકન સેના ઇરાકમાં રહી તો ભવિષ્યમાં તેઓને હટાવવાનું મુશ્કેલ બની જશે.

 
First published: April 9, 2019, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading