Home /News /national-international /

US સંસદમાં ફરી એક વખત PM મોદીની પ્રશંસા, કહ્યું- તેમના આ નિર્ણયે કમાલ કરી

US સંસદમાં ફરી એક વખત PM મોદીની પ્રશંસા, કહ્યું- તેમના આ નિર્ણયે કમાલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

જો વિલ્સને કહ્યુ કે, ભારત સરકારનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક વિકાસને વેગ આપવાના, ભ્રષ્ટાચાર સામે લડવાના અને જાતિય તેમજ ધાર્મિક ભેદભાવો ખતમ કરવાના પ્રયાસોને સમર્થન આપવા માટે છે.

    વોશિંગ્ટન : અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે અમેરિકન પ્રતિનિધિ સભામાં જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માંથી આર્ટિકલ 370 (Article 370) હટાવી દેવાનું જોરશોરથી સમર્થન કર્યું હતું. સાંસદ જો વિલ્સને (joe wilson) જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકારનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક વિકાસને વેગ આપવાના, ભ્રષ્ટાચાર સામે લડવાના અને જાતિય તેમજ ધાર્મિક ભેદભાવો ખતમ કરવાના પ્રયાસોને સમર્થન આપવા માટે છે.

    ઉલ્લેખનીય છે કે પાંચમી ઓગસ્ટના રોજ સરકારે આર્ટિકલ 370ના મોટાભાગની જોગવાઈઓએ સમાપ્ત કરતા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી નાખ્યો હતો, તેમજ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું.

    ભ્રષ્ટાચાર ખતમ થશે

    અમેરિકાના સાંસદે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં ગુરુવારે કહ્યુ કે, "ભારતીય સંસદની અને પાર્ટીઓના સમર્થનથી વડાપ્રધાને આર્થિક વિકાસને વેગ આપતા, ભ્રષ્ટાચાર સામે લડવા અને લૈંગિક તેમજ જાતિય અને ધાર્મિક ભેદભાવને સમાપ્ત કરવાના પ્રયાસને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે."

    અમેરિકા ખુશ

    દક્ષિણ કેરોલિનાના રિપબ્લિકન સાંસદે કહ્યુ કે, અમેરિકા દુનિયાનું સૌથી જૂનું લોકતંત્ર છે, તેમજ ભારતને દુનિયાના સૌથી વિશાળ લોકતંત્રના સ્વરૂપમાં જોઈને ખુશ છે.



    સાંસદો પહેલા પણ સમર્થન કરી ચુક્યા છે

    નોંધનીય છે કે ભારતીય મૂળના અમેરિકન સાંસદ રોહિત ખન્નાએ પણ કહ્યું હતું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ મામલે શાંતિ રાખવાની જરૂરી છે. રો ખન્ના નામે જાણીતા રોહિતે તાજેતરમાં પાકિસ્તાને કૉંગ્રેશનલ કૉકસમાં આ વાત કરી હતી.

    રો ખન્નાએ કેલિફોર્નિયાના ફ્રીમૉન્ટમાં તાજેતરમાં ભારતીય-અમેરિકન સમુદાયના લોકો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "કાશ્મીર ભારતના લોકતંત્રનો આંતરિક મામલો છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સમજી વિચારીને ભાષણો આપવા જોઈએ અને આ મુદ્દાને યુદ્ધ કે સંઘર્ષ સુધી ન લઈ જવો જોઈએ."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Article 370, US, નરેન્દ્ર મોદી, પીએમ, સાંસદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन