વોશિંગ્ટન : અમેરિકાના એક 53 વર્ષીય કરોડપતિ ટ્રેડરને કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. ધનિક વેપારીએ કિશોરી સાથે સેક્સ માણવા માટે પોતાના ખાનગી વિમાનને ઓટો પાયલટ મોડ પર મૂકી દીધું હતું.
ન્યૂઝર્સીના બેડમિન્સ્ટર ખાતે રહેતા 53 વર્ષીય સ્ટિફન બ્રેડલી મેલને વિમાનમાં મુસાફરી દરમિયાન બીભત્સ પ્રવૃત્તિઓ આચરવા બદલ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં પોર્નોગ્રાફિક પ્રવૃત્તિઓ ઉપરાંત ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વીડિયો મેળવવાના ગુનામાં પણ તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.
ડેઇલી મેઇલના જણાવ્યા પ્રમાણે મેલ ત્રણ બાળકોનો પિતા છે, તેમજ એક બ્રોકરેજ પેઢી ચલાવે છે. પીડિત કિશોરીને માતાએ સ્ટિફન બ્રેડલી મેલનો સંપર્ક કરીને તેની દીકરીને પ્લેન ઉડાવવાની તાલિમ આપવાની વિનંતી કરી હતી, જે બાદમાં મેલે પોતાના પ્લેનને ઓટો પાયલટ મોડ પર મૂકીને ચાલુ વિમાનમાં કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સજાની સુનાવણી પહેલા મેલના વકીલોએ દલીલો કરી હતી કે તે ખૂબ જ વિનયશીલ વ્યક્તિ છે. એટલું જ નહીં વર્ષ 2012માં બનેલી એક વિમાન દુર્ઘટના બાદ તેણે ડિપ્રેશનની અનેક દવાઓ પણ લઈ રહ્યો છે.
મેલ પોતાની સંસ્થા ચલાવે છે, જેમાં તે સારવારની જરૂરિયાત હોય તેવા બાળકોને અમેરિકામાં ગમે તે શહેરમાં પોતાના વિમાનમાં લેવા-મૂકવાની સેવા આપે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર