અમેરિકાની જાહેરાતઃ ચીન સાથે યુદ્ધ થશે તો ભારતનો સાથ આપશે US Military

અમેરિકાની જાહેરાતઃ ચીન સાથે યુદ્ધ થશે તો ભારતનો સાથ આપશે US Military
ડોનાઈડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું, ચીનના કારણે અમેરિકા અને બાકી દુનિયાને ક્ષતિ પહોંચી

ડોનાઈડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું, ચીનના કારણે અમેરિકા અને બાકી દુનિયાને ક્ષતિ પહોંચી

 • Share this:
  વોશિંગટનઃ વ્હાઈટ હાઉસ (White House)ના એક સીનિયર અધિકારીએ સોમવારે એવું એલાન કરી દીધું કે જો ભારત અને ચીનની વચ્ચે યુદ્ધ (India-China Border Dispute)ની સ્થિતિ ઊભી થાય છે તો સ્પષ્ટ છે કે અમેરિકાની સેના (US Military) ભારતનો જ સાથ આપશે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કહ્યું છે કે ચીનને એશિયામાં દાદાગીરી કરવા નહીં દેવામાં આવે. વ્હાઇટ હાઉસના આ એલાનના થોડી જ સમય બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ટ્વિટ કરી કહ્યું કે ચીનના કારણે અમેરિકા અને બાકી દુનિયાને ઘારે ક્ષતિ પહોંચી છે.

  વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોજે એક સવાલના જવાબમાં ‘ફોક્સ ન્યૂઝ’ને જણાવ્યું કે, સંદેશ સ્પષ્ટ છે. અમે ઊભા રહીને ચીનને કે કોઈ બીજાને સૌથી શક્તિશાળી કે પ્રભાવી દળ હોવાના સંદર્ભમાં કમાન ન સોંપી શકીએ, તે ભલે એ ક્ષેત્રમાં હોય કે અહીં. અમેરિકન નેવી દ્વારા ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિને વધારવા માટે દક્ષિણ ચીન સાગરમાં બે વિમાન વાહક યુદ્ધ જહાજ તૈનાત કર્યા બાદ અધિકારીનું આ નિવેદન સામે આવ્યું છે. બીજી તરફ, ટ્રમ્પે ફરી ટ્વિટ કર્યું, ચીનના કારણે અમેરિકા અને બાકી દુનિયાને ક્ષતિ પહોંચી. કોરોના વાયરસ મહામારીના કારણે અમેરિકા, સમગ્ર યૂરોપ અને ભારત સહિત દુનિયાના અન્ય દેશોની અર્થવ્યવસ્થા લગભગ થંભી ગઈ છે. તેઓએ સવાલ કર્યો કે ચીને કોવિડ-19 વિશે શરૂઆતના સમયમાં જાણકારી કેમ ન આપી અને સમગ્ર દુનિયામાં વાયરસનો પ્રસાર થવા દીધો?
  આ પણ વાંચો, ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો પાછળ હટવામાં NSA અજિત ડોભાલની મોટી ભૂમિકા!

  સુરક્ષાની દૃષ્ટિથી દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાની સેના

  મીડોજે કહ્યું કે, અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં પોતાના બે વિમાન વાહક યુદ્ધ જહાજ મોકલ્યા છે. તેઓએ કહ્યું કે, અમારું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે દુનિયા એ જાણે કે અમારી પાસે હજુ પણ દુનિયાનું ઉત્કૃષ્ટ દળ છે.

  આ પણ વાંચો, Kanpur Shootout: વિકાસ દુબેને પકડવા આ 4 એન્કાઉન્ટર સ્પેશલિસ્ટની લેવામાં આવી શકે છે મદદ

  ચીન, દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદોમાં સપડાયેલું છે. ચીન લગભગ સમગ્ર દક્ષિણ ચીન સગાર પર દાવો કરે છે. વિયતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઈ અને તાઇવાનનો પણ આ ક્ષેત્રને લઈ પોતાના દાવા છે. મીડોજે ઇન્ટરવ્યૂ દરમિયાન ભારત દ્વારા ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને પણ યોગ્ય ગણાવ્યો.
  Published by:Mrunal Bhojak
  First published:July 07, 2020, 07:41 am

  टॉप स्टोरीज