Home /News /national-international /

IS સામે અમેરિકા ખોલશે મોરચો, ઇરાકમાં ખોલશે સૈનિક થાણું

IS સામે અમેરિકા ખોલશે મોરચો, ઇરાકમાં ખોલશે સૈનિક થાણું

સીરિયા અને ઇરાકમાં આતંકની હદ વટાવી દેનાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇ.એસ) સામે અમેરિકા કડકાઇ કરવા મક્કમ બન્યું છે. આઇ.એસને સીધુ કરવા માટે અમેરિકા ઇરાકના અનબર વિસ્તારમાં નવું સૈનિક થાણું ખોલશે અને ઇસ્લામિક સ્ટેટ વિરૂધ્ધ ઇરાકી સેનાને મદદ કરશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
વોશિંગ્ટન # સીરિયા અને ઇરાકમાં આતંકની હદ વટાવી દેનાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇ.એસ) સામે અમેરિકા કડકાઇ કરવા મક્કમ બન્યું છે. આઇ.એસને સીધુ કરવા માટે અમેરિકા ઇરાકના અનબર વિસ્તારમાં નવું સૈનિક થાણું ખોલશે અને ઇસ્લામિક સ્ટેટ વિરૂધ્ધ ઇરાકી સેનાને મદદ કરશે.

ન્યૂર્યોક ટાઇમ્સ અને ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ વિગત સામે આવી છે. ઇસ્લામિક સ્ટેટની વધી રહેલી તાકાત અને દહેશતને કાબુમાં લેવા માટે અમેરિકા ફરી આગળ આવ્યું છે. ઇરાકમાં અનબર વિસ્તારમાં સૈનિક થાણું ખોલી અમેરિકા ઇરાકી સેનાને યુધ્ધ માટે સલાહ અને મદદ પુરી પાડશે.

જોકે મીડિયામાં આ બાબતે આંકડા અલગ જોવા મળી રહ્યા છે. ન્યૂર્યોક ટાઇમ્સ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 400થી વધુ સૈનિક મોકલશે જ્યારે ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર આ આંકડો 500 જાહેર કરાયો છએ. અમેરિકાએ ગત વર્ષે નવેમ્બરમાં વધારાના સૈનિકોને ઇરાક મોકલ્યા હતા. જ્યારે ઓબામાએ ઇરાકમાં 1500 સૈનિકની મંજૂરી આપી હતી. ઇરાકમાં અમેરિકી સૈનિકોની સંખ્યા 3080 છે.
First published:

Tags: આતંકવાદ, ઇરાક, બરાક ઓબામા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन