અમેરિકાના આ વ્યક્તિ પાસે છે 'સુપર એન્ટીબૉડી', કોરોના હુમલા કરી કરીને હાંફી ગયો
સુપર એન્ટીબૉડી ધરાવતો જૉન.
જૉનના શરીરમાં હયાત એન્ટીબૉડી એટલી તાકાતવાર છે કે જો તેને 10 હજાર ગણી પાતળી કરવામાં આવે તો પણ તે બીમારીને હરાવી શકે છે. તે કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો સંપૂર્ણ રીતે ખાત્મો કરી શકે છે.
વૉશિંગટન: દુનિયાભરના લોકો એન્ટીબૉડી (Antibodies) વિકસિત થાય તે માટે હાલ કોરોના વેક્સીન (Corona vaccine) લઈ રહ્યા છે. બીજી તરફ અમેરિકામાં એક એવો વ્યક્તિ છે જેનામાં પહેલાથી જ 'સુપર એન્ટીબૉડી' (Super Antibodies) છે. જૉન હૉલિસ (John Hollis) નામના આ વ્યક્તિના શરીરમાં હયાત એન્ટીબૉડી કોરોના વાયરસ (Coronavirus)ના ખાત્મા માટે પૂરી રીતે અસરકારક છે. કહેવામાં આવી રહ્યું છે કે જૉન હૉલિસની એન્ટીબૉડીમાંથી એક એવી વેક્સીન તૈયાર કરી શકાય છે જે કોરોનાા નવા સ્ટ્રેનને સંપૂર્ણ રીતે ખતમ કરી શકે છે. જૉનના શરીરમાં હયાત એન્ટીબૉડી એટલી તાકતવર છે કે જો તેને 10 હજાર ગણી પાતળી કરવામાં આવે તો પણ તે બીમારીને હરાવી શકે છે.
જૉને આ અંગે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, ગત વર્ષે તે પોતાના દીકરા સાથે યૂરોપના પ્રવાસમાં ગયો હતો. ત્યારે તેને સાંધા જકડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું. એ વખતે લાગ્યું હતું કે ઋતુને કારણે આવું થયું હશે. જેના થોડા સમય પછી તેના રૂમમાં રહેતો વ્યક્તિ કોરોના પૉઝિટિવ થયો હતો. તેની હાલત ખૂબ બગડી હતી. જે બાદમાં જૉનને પણ ચિંતા થવા લાગી હતી કે ક્યાંક તે પણ બીમાર ન થઈ જાય.
જૉને જણાવ્યું કે, પોતાના મિત્રને કોરોના થયા બાદ તેણે તો તેના દીકરાને અંતિમ પત્ર પણ લખી નાખ્યો હતો. જોકે, જૉને એ પત્ર તેના દીકરાને આપ્યો ન હતો. જૉને જણાવ્યું કે, થોડા દિવસ પછી તેનો મિત્ર બીમારીમાંથી બહાર આવી ગયો હતો. આ દરમિયાન તેની તબિયત સારી જ રહી હતી. જૉન હૉલિસ એક યુનિવર્સિટીમાં કોમ્યુનિકેશન મેનેજર છે. જે બાદમાં ડૉક્ટર્સે જૉનની તપાસ કરી હતી. ડૉકટર્સે જૉનની લાળ અને લોહીના સેમ્પલ લીઘા હતા. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે જૉનને પણ કોરોના થયો હતો પરંતુ તેના એન્ટીબૉડીએ વાયરસને મારી નાખ્યો હતો.
આ પણ વાંચો: 'હું તને એક થપ્પડ મારી દઈશ,' રખડતા શ્વાન મામલે મહિલા અને યુવક વચ્ચે જાહેરમાં તડાફડી આ અંગે ડૉક્ટરે લેન્સે જણાવ્યું કે, "જૉનની એન્ટીબૉડી એટલી તાકતવાર છે કે જો તેને 10 હજાર ગણી પાતળી કરી દેવામાં આવે તો પણ તે બીમારીને હરાવી શકે છે." લેન્સે જણાવ્યું કે ખૂબ સરળ ભાષામાં કહીએ તો કોરોના વાયરસની ચારેતરફ અણીદાર વસ્તુઓ હોય છે. જે મનુષ્યના શરીરમાં વિવિધ કોષો પર હુમલો કરી દે છે. જો કોઈ વ્યક્તિની એન્ટીબૉડી સારી હોય તો આ અણીદાર વસ્તુ પર તે ચીપકી જાય છે. જેનાથી વાયરસ શરીરના કોષોને નુકસાન કરી શકતો નથી. ડૉક્ટરનું કહેવું છે કે જૉનની એન્ટીબૉડી કોરોનાના નવા સ્ટ્રેન સામે લડવા માટે પણ શક્તિશાળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર