અમેરિકાની સેનાએ બગરામ એરબેસ રાતના અંધારામાં અફઘાનિસ્તાનને જણાવ્યા વગર છોડી દીધો

તસવીર - EPA

આ સાથે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈન્ય અભિયાનનો અંત આવી ગયો છે

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાની સેનાએ બગરામ એરબેસ રાતના અંધારામાં અફઘાનિસ્તાનને જણાવ્યા વગર છોડી દીધો છે. બગરામ એરબેસના નવા કમાન્ડરે આ જાણકારી આપી છે. જનરલ અસદુલ્લા કોહિસ્તાનીએ બીબીસીને જણાવ્યું હતું કે અમેરિકાએ શુક્રવારે સવારે 3 કલાકે બગરામ એરબેસ છોડી દીધો છે. અફઘાનિસ્તાનના સુરક્ષા બળોએ તેની જાણકારી કેટલાક કલાકો પછી મળી હતી.

  બગરામમાં એક જેલ પણ છે જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પાંચ હજાર તાલિબાની કેદ છે. અમેરિકી સૈનિકોની વાપસી સાથે તાલિબાન અફઘાનિસ્તાનમાં ઘણા ઝડપથી એક-એક કરીને ઘણા વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઇ રહ્યા છે. જનરલ કોહિસ્તાનીએ સોમવારે કહ્યું કે અફઘાન સુરક્ષા બળોને બગરામ પર તાલિબાન હોવાની આશા હતી. બગરામ એરબેસ પર પત્રકારો સાથે વાત કરતા જનરલ કોહિસ્તાનીએ કહ્યું કે આસપાસના ગ્રામીણ વિસ્તારમાં તાલિબાનની ગતિવિધીઓનો રિપોર્ટ મળ્યો છે.

  આ પણ વાંચો - દારૂના નશામાં મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા, રસ્તા પર વાહનચાલકોને કહ્યા અપશબ્દો

  જનરલ કોહિસ્તાનીએ કહ્યું કે તમે જાણો છો, જો અમે અમેરિકાની સાથે પોતાની સરખામણી કરીએ તો ઘણો ફર્ક છે. પણ અમે પોતાની ક્ષમતા સાથે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યાં સુધી બની શકે અમે બધા લોકોની રક્ષા કરીશું.

  શુક્રવારે અમેરિકાએ એ વાતની જાહેરાત કરી કે તેમણે બગરામ ખાલી કરી દીધું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈન્ય અભિયાનનો અંત આવી ગયો છે. રાષ્ટ્રપતિ જો બાઇડને આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે 11 સપ્ટેમ્બર પહેલા તે અમેરિકાની સેનાઓને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી લેશે. જનરલ કોહિસ્તાનીએ જણાવ્યું કે અમેરિકાએ 35 લાખ વસ્તુઓ છોડી દીધી છે. જેમાં હજારો બોટલ બંધ પાણી, એનર્જી ડ્રિક્સ, રેડીમેડ ખાવાનું છે. સમાચાર એજન્સી એપીએ જણાવ્યું કે અમેરિકાએ ચાવી વગરના હજારો વ્હીકલ્સ અને સેંકડો બખ્તરબંધ ગાડીઓ છોડી છે.
  Published by:Ashish Goyal
  First published: