Home /News /national-international /બાપ રે...અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્નીએ કમલા હૈરિસના પતિને તસતસતું ચુંબન આપી દીધું
બાપ રે...અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્નીએ કમલા હૈરિસના પતિને તસતસતું ચુંબન આપી દીધું
કમલા હૈરિસના પતિને જો બાઈડેનની પત્નીએ જાહેરમાં કિસ કરી
હકીકતમાં બાઈડેનના સંબોધનને સાંભળવા માટે તમામ સભ્યો હૉલમાં બેઠા હતા. તેમાં અમેરિક રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની એટલે કે, અમેરિકાના પ્રથમ મહિલા ઝિલ બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસના પતિ ડગ એમ્હોફ પણ સામેલ રહ્યા.
બુધવારે કેપિટલ હિલમાં સ્ટેટ ઓફ દ યૂનિયનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને સંબોધન કર્યું. લગભગ એક કલાક સુધી ચાલેલા આ સંબોધન પહેલા કંઈ એવું થયું, જેને લઈને સૌ કોઈ જોતા રહ્યા. સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.
હકીકતમાં બાઈડેનના સંબોધનને સાંભળવા માટે તમામ સભ્યો હૉલમાં બેઠા હતા. તેમાં અમેરિક રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની એટલે કે, અમેરિકાના પ્રથમ મહિલા ઝિલ બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસના પતિ ડગ એમ્હોફ પણ સામેલ રહ્યા. બંને એક બીજાની બાજૂમાં બેઠા હતા. બાઈડેનનું સંબોધન શરુ થાય છે, આ અગાઉ ઝિલ બાઈડેન હોલમાં આવે છે અને ડગ એમ્હોફની બાજૂમાં જઈને તેના હોઠ પર ચુંબન કરે છે. હવે આ વીડિયો અને તસ્વીર સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
લોકોએ શું કહ્યું
બેની ઝોનસન નામના એક યુઝરે કહ્યું કે, ડગ એમ્હોફ અને ઝિલ બાઈડેનનો વીડિયો શેર કરતા પુછ્યું કે, શું ઝિલ બાઈડેન કમલા હૈરિસના પતિના હોઠ પર ચુંબન કર્યું? એક અન્ય યુઝરે લખ્યું કે, ઝિલ બાઈડેન હાલમાં જ કમલા હૈરિસના પતિને હોઠો પર ચુંબન કર્યું. ક્યારેય વિચાર્યું પણ નહોતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર